Abtak Media Google News
  • વાંકાનેર તાલુકા પોલીસે અપહતને મુક્ત કરાવી ત્રણ શખ્સોને ઝડપી લીધા

મોરબી:વાંકાનેર તાલુકાના ઢૂવા ચોકડી પાસેથી સીંધી વેપારીનું ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી બાબતે ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરાયું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ તથા મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા સંયુક્તમાં કામગીરી હાથ ધરી ગણતરીની કલાકોમાં અપહ્યત વેપારીને સહી સલામત અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવી ત્રણેય અપહરણકર્તા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગત તા.23ના રોજ ફરીયાદી ગીરીશભાઇ મહેશભાઇ ઉર્ફે મેગરાજભાઈ મોહેનાની (રહે. મકનસર ગાયત્રી સ્કુલ સામે) વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે, પોતે તા.22/05ના સાંજના આશરે પાંચથી છ વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી પાસે હતા. ત્યારે રણજીતભાઇ સોમાભાઇ દુમાદીયા રહે. નવા ઢૂવા તા.વાંકાનેર વાળા પાસેથી પોતે અગાઉ હાથ ઉછીના રૂપીયા-53 હજાર લીધેલ હોય જેમાંથી રૂપીયા-8 હજાર પરત આપી દીધેલ અને બાકીના રૂપીયા પરત નહી આપતા આરોપી રણજીતભાઇ સોમાભાઇ, નિલેશ સોમાભાઇ, જયસુખભાઇ મનસુખભાઇએ ફરીયાદીનું અપહરણ કરી કાળા કલરની ફોરવ્હીલ કારમાં લઈ જઈ લાકડીથી માર મારી રૂપીયા-1500/- બળજબરીથી કઢાવી લીધા હતા. અને બાકી નીકળતા રૂપિયા કોઈ પાસે મંગાવી લેવા દબાણ કરી વેપારીને બંધક બનાવી રાખ્યા હોય અને જો પૈસા ન આપે તો તેઓને જવા દેવામાં નહિ આવે તેમ ધમકી આપી હતી.

ત્યારે ઉપરોક્ત બનાવની જાણ મોરબી પોલીસને કરતા વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી પોલીસે સંયુક્તમાં ઓપેરેશન હાથ ધરી અપહ્યુત સીંધી વેપારીને શોધી ત્રણેય અપહરણ કરનાર આરોપી રણજીતભાઇ સોમાભાઇ દુમાદીયા ઉવ.30 રહે. નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી, નિલેશભાઇ સોમાભાઇ દુમાદીયા ઉવ.22 રહે. નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી તથા જયસુખભાઇ ઉર્ફે જયુ મનસુખભાઇ લીંબડીયા ઉવ.27 રહે. કોરડા તા.ચુડા જી.સુ.નગરને અપહરણ કરવાના ગુનામાં ઉપયોગમાં લીધેલ કાલા કલરની નંબર પ્લેટ વગરની મારુતિ સ્વીફ્ટ કાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પકડાયેલ ત્રણેય અપહરણકર્તા આરોપીઓ સામે ગુનો નોંધી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.