Abtak Media Google News
  • પાડોશમાં જ રહેતો પર પ્રાંતીય શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી નસાડી ગયો હોવાની પોલીસ ફરિયાદ

જામનગર  ન્યુઝ : મનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની પર પ્રાંતિય તરૂણી નુ અપહરણ થઈ ગયું હોવાનું અને તેના પાડોશમાજ રહેતો પરપ્રાંતિય શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી ઉઠાવી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશની વતની અને હાલ દરેડમાં પોતાના પરિવાર સાથે રહીને મજુરી કામ કરતી ૧૬ વર્ષની પરપ્રાંતિય તરુણી કે જે ૧૭ મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની હતી. જેની શોધખોળ દરમિયાન દરેડ વિસ્તારમાં જ રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો વતની રાજકુમાર નામનો શખ્સ લગ્ન કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.તેથી સગીરાના ભાઈ દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની બહેનનું અપહરણ કરી જવા અંગે રાજકુમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો દોર ઉત્તર પ્રદેશ સુધી લંબાવ્યો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.