Abtak Media Google News

વોર્ડ નં.9માં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ” નામકરણ

અભયભાઈ સ્પષ્ટ વક્તા હતા અને તેમના નામ પ્રમાણે તેઓ સિંહ જેવી ગર્જના ધરાવતા હતા: મેયર ડો.પ્રદિપ ડવ

અભયભાઈનું સામાજીક ક્ષેત્રે પ્રદાન અને કર્મ આપણને હંમેશા યાદ રહેશે: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.9માં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું “અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ” નામકરણ અનાવરણ વિધિ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવી હતી

આ પ્રંસગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે પરંતુ માણસ કેટલું જીવ્યો તેના કરતા કેવું જીવ્યો તે ખૂબ મહત્વનું છે. અભયભાઈએ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરેલ છે. તેમના જીવનમાંથી ખરેખર પ્રેરણા મળી રહી છે. અભયભાઈ કાયદાકીય જ્ઞાન પણ ખુબ જ ધરાવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કાયદાકીય માર્ગદર્શન માટે અભયભાઈના સંપર્કમાં રહેતા. અભયભાઈ ભારદ્વાજ ભગવાન પરશુરામની જેમ ખુબ જ ગુસ્સો ધરાવતા. પરંતુ, તેઓનો ગુસ્સો થોડી ક્ષણો માટે જ રહેતો. કારણ કે, અભયભાઈ સત્યને વળગી રહેનાર, સ્પષ્ટ વકતા અને હિંદુ ભાવના ધરાવતા હતા.

અભયભાઈ વિશાળ હ્રદયના અને વિચારશીલ પણ હતા. તેઓ વિકાસ અને રાજનીતિની કુનેહ ધરાવતા હતા. તેઓના કાયદાકીય સુઝબુઝને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેઓની લો કમિશનમાં તેમજ બાદમાં રાજ્ય સભાના સાંસદ તરીકે નિમણુંક કરવામાં આવેલ. પરંતુ શપથ લીધાના થોડા સમયમાં તેઓએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધેલ. બ્રહ્મસમાજના સંગઠન માટે ખુબ જ મોટું યોગદાન આપેલ અને અભયભાઈએ “જય પરશુરામ” નો નારો ગુંજતો કરેલ હતો. પુર્વ મુખ્યમંત્રીએ કોલેજ સમયથી રાજ્યસભાના સાંસદ સુધીના અભયભાઈ સાથેના પોતાના સંસ્મરણો યાદ કરેલ હતા.

આ પ્રંસગે મેયરે અભયભાઈનું નામ જ એવું હતું કે જેમાં સિંહ જેવી ગર્જના હતી. સત્યની બાબતમાં તેઓ સ્પષ્ટ વકતા હતા. ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સિંહ ફાળો હતો અને ભાજપને વટવૃક્ષ બનાવવામાં તેમનો ખૂબ મોટું યોગદાન હતું. વકીલાતના ક્ષેત્રે પણ તેઓએ ખુબ જ નામના મેળવેલ અને નાનામા નાના વકીલની વાત સાંભળતા. અભયભાઈ રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે રાજકોટના વિકાસના અનેક સ્વપ્નો જોયેલા પરંતુ ખુબ જ ટૂંકા સમયમાં આપણા વચ્ચેથી વિદાય લીધેલ જે દુ:ખદ ઘટના છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે મહાપાલિકાએ કોમ્યુનિટી હોલનું અભયભાઈ સાથે નામ જોડેલ છે તે બદલ ધન્યવાદને પાત્ર છે. જન્મ પછી પોતાના જીવનકાળ દરમ્યાન કરેલ કર્મો માણસ છોડતો જાય છે. તે કર્મો માણસ કાયમી યાદ કરે છે. અભયભાઈએ સામાજીક ક્ષેત્રે કરેલ કર્મો માણસો આપણે હંમેશા યાદ રાખીશુ. અભયભાઈના કર્મો કાયમી ચિરંજીવી રહેશે. અંગ્રેજી ઉપર સારૂ પ્રભુત્વ ધરાવતા હતા. બાબુભાઈ જશુભાઈ પટેલના સમયે જનતા પક્ષ વખતે યુવા મોરચાના તેઓએ વિચાર આપેલ અને યુવાનોનું રાજકીય ક્ષેત્રે યોગદાન મળી રહે તે માટે જનતા પક્ષમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુવા મોરચાની સ્થાપના કરેલ. તેમજ ધારાશાસ્ત્રી તરીકે તેમણે ખુબજ નામના મેળવેલ હતી અને ગોવિંદભાઈ પટેલએ અભયભાઈ સાથેના સંસ્મરણો વાગોળેલ હતા.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.09ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ પ્રભારી ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ ભારદ્વાજ પરિવારના સભ્ય તથા જુદી-જુદી કમિટીના ચેરમેન, કોર્પોરેટર, નામાંકિત વકીલો તેમજ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.