Abtak Media Google News

8મીએ યોજાનારા રૂપાણીના ઋણ સ્વીકાર સમારોહમાં રાજપૂત સમાજ વીરોચિત બહુમાન કરશે

રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ અને સૌરાષ્ટ્રને 50 વર્ષનો વિકાસ પાંચ જ વર્ષમાં આપી દીધો છે ને ગૌવંશ હત્યા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાની સ્મૃતિ, લવ જેહાદ સામે કાયદા જેવા મહત્વના નિર્ણયો લીધા હોય તેમના તા.8મીએ યોજાનારા, ઋણ સ્વીકાર સમારોહમાં રાજપૂત સમાજ બહોળી સંખ્યામાં જોડાશે.

રાજકોટ નગર અને રાજકોટના નાગરિકો માટે સદા કાર્યરત એવા રાજકોટના પનોતા પુત્ર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યકત કરવા અને તેઓના ઋણ સ્વીકાર અર્થે એક જાજરમાન અને ગરિમાપૂર્ણ સમારોહનું આયોજન આગામી તા. 8-10ને શુક્રવારના રોજ સાંજે પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રીનું જાજરમાન અભિવાદન કરી સમારોહને ચાર ચાંદ લગાવી દેશે.

રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ આયોજિત આ સમારોહમાં રાજપુત સમાજના તમામ સંગઠનો સાથે મળી એક વીરને છાજે તે રીતે દબદબાભેર અભિવાદન કરશે.

રાજપુત સમાજના અગ્રણીઓ ભાલા, તલવાર આપી વિજયભાઈનું સન્માન કરવા ઉમળકાભેર જોડાશે. જાજરમાન અભિવાદન કાર્યક્રમ માટે રાજપુત સમાજના આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા (જિલ્લા રાજપુત સમાજ પ્રમુખ), પી.ટી. જાડેજા (રાજપુત યુવા સંઘ-આંતરરાષ્ટ્રીય પ્રમુખ), જે.પી.જાડેજા (રાજપુત કરણી સેના-ગુજરાત પ્રમુખ), દૈવતસિંહ જાડેજા (કચ્છ કાઠિયાવાડ ગરાસિયા એસોસિએશન), દેવેન્દ્રસિંહ જાડેજા-ટીકુભા, ચંદ્રસિંહજી ભાડવા (સ્ટડી સર્કલ), ભરતસિંહ જાડેજા (રાજપુત કરણી સેના-પ્રમુખ), દિલીપસિંહ ગોહિલ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશન), નવલસિંહ જાડેજા (ભાણવડ) હરિચંદ્રસિંહ ચુડાસમા (વાગડ) વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ‘અબતક’ સાથેની વાતચીતમાં નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાજ્ઞઈ રૂપાણીના ઋણ સ્વીકાર સમારોહમાં રાજપુત સમાજ પણ જોડાયો છે. રાજપુત સમાજના બાપદાદા-વડિલોએ જે રીતે બલિદાન આપીને સન્માન જાળવ્યું છે. તે રીતે વિજયભાઈએ પણ આમ જનતા, બહેન દીકરીઓનું રક્ષણ કર્યું છે. વધુમાં જણાવ્યું હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપુત સમાજનો ગૌરવવંતો જે ઈતિહાસ જીવંત થયો છે. તે માત્ર વિજયભાઈને આભારી છે. વિજયભાઈએ એકપણ સમાજને અન્યાય કર્યો નથી. રાજપુત સમાજ માટે પણ વિજયભાઈના શાસનમાં ઘણુ કાર્ય થયું છે.

વિજયભાઈના શાસનરાજકોટના 50 વર્ષનો વિકાસ માત્ર પાંચ વર્ષમાં શકય બન્યો છે. વિજયભા,નું આ ઋણ રાજપુત સમાજ કઈ રીતે ભુલી શકે ? રાજકોટને એઈમ્સ, હિરાસર એરપોર્ટ, બસપોર્ટ જેવા અનેક પ્રોજેકટો વિજયભાઈને કારણે મળ્યા છે.

વધુમાં જણાવ્યું હતુ કે હવે પછી ગુજરતાને આવા સંવેદનશીલ મુખ્યમંત્રી મળવા ઘણા મુશ્કેલ છે. વિજયભાઈ મુખ્યમંત્રી પદે નિયુકત થતા જ ગુજરાતને ઓચિંતિ સારી એવી એક તક મળી ગઈ. વિજયભાઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ખૂબ સારી કામગીરી કરી છે. રાજકોટના વિકાસ કાર્યો જે જેટગતિએ થયા છે તે હવે કદાચ સંભવ નતી.

વિજયભાઈ એટલા સહજ અને સરળ પ્રકૃતિના છે કે તેના મુખ્યમંત્રીના સમયગાળા દરમ્યાન નાનામા નાનો માણસ પણ તેઓને અડધી પોણી કલાક આસાનીથી મળી શકતો. આ ઉપરાંત તેઓએ અનેક સંવેદનશીલ યોજનાઓ, કાર્યો અમલમાં મૂકયા છે. વધુમાં નરેન્દ્રસિંહએ જણાવ્યું હતુ કેવિજયભાઈએ રાજકોટને ‘ખોબલે-ખોબલે નહિ પરંતુ સુંડલે સુંડલા’ ભરીને અનેક ભેટ આપી છે. ગુજરાતને હવે આવા સંવેદનશીલ, ગભરૂ મુખ્યમંત્રી મળવા ખૂબ મુશ્કેલ છે

વિજયભાઈ એટલા સંવેદનશીલ છે કે જયારે પણ વરસાદ, અકસ્માત જેવી કુદરતી ઘટનાઓ ઘટતી ત્યારે જે તે જગ્યાએથી જ સહાયની જાહેરાત કરી દેતા વધુમાં જણાવ્યું હતુ કે સતા ઉપર આવ્યા બાદ પણ ઘણી સરળતાથી કાર્યો કર્યા તેમજ હસતા મોઢે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું જે બાબત જ દર્શાવે છે કે તેઓ એક સાચા કોમનમેન, રીયલ સીએમ તરીકે ઉભરી આવ્યા. વિજયભાઈ સંવેદનશીલ હોવાનું કારણ એ પણ છે કે તેઓ મધ્યમ પરિવારમાંથી આવી અને સંગઠન ભાવનાથી દરેકના સંપર્કમાં રહેતા રાજકોટ-ગુજરાતના ઘણા એવા લોકો જે વિજયભાઈના સીધા જ સમર્થકો છે.

વધુમાં જણાવ્યું હતુ કે વિજયભાઈએ અનેક સારા નિર્ણયો લીધા એ પણ વટભેર. વિજયભાઈએ અંદાજે 30-35 વર્ષની તપશ્ર્ચર્યા સાધના બાદ સીએમ પદ મેળવ્યું હતુ અને આ પદ ગરિમાભેર પચાવ્યુ પણ આજે વ્યકિત સરપંચ તરીકે રાજીનામું દેવામાં પણ ખચકાય છે ત્યારે વિજયભાઈએ હસતા મોઢે સીએમ પદેથી પણ રાજીનામું ધરી દીધું.

અંતમાં રાજપુત સમાજને અપીલ કરતા જણાવ્યું હતુ કે આ ગરિમાપૂર્ણ સમારોહમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાઈ અભિવાદન સમારોહને જાજરમાન બનાવે.

વિજયભાઈ રૂપાણીની શુક્રવારે રાજકોટમાં ઋણસ્વીકાર મહાસભા

બીએપીએસ સ્વામીનારાયણ હોલ ખાતે ભવ્ય આયોજન: વિવિધ સંતોના આર્શીવચન, સાંસદો,  રાજયમંત્રી, સંઘના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

વિજયભાઈ રૂપાણીનું નામ કયાંય પણ આવે એટલે દરેક રાજકોટવાસીઓના મનમાં એવી છબિ ઉપસે કે આ તો આપણા પોતાના વ્યકિત . વિજયભાઈ રાજકોટના જનપ્રતિનિધિ તો ખરા જ પરંતુ તેઓ ખરાઅર્થમાં રાજકોટવાસીઓના મનપ્રતિનિધી  મનના પ્રતિનિધી છે . મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ દરમિયાન અને એ પહેલાં તેઓ જે પદ 5ર રહયા એમાં એમણે ભારતીય જનતા પાર્ટીના સિધ્ધાંતો , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સંસ્કારને ઉજાળ્યા અને રાજકોટનાં લોકોની પોતે ચિંતા કરી અને શહેરીજનોની ચિંતા દૂર કરી . આવા આપણા પોતાના અને આમ રાજય સ્તરના નેતા , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા , એમનો ઋણ સ્વીકાર કરવા માટે એક નાનકડા પ્રયાસનાં ભાગરૂપે આગામી તારીખ 8 ઓકટોબર શુક્રવાર સાંજે 5:00 કલાકે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ હોલ ખાતે રાજકોટ શહેરે નાગરીક ઋણ સ્વીકાર સમિતિ દવારા એક જાજરમાન અને ગરીમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . આ વિજયભાઈ ની ગુણાનુવાદ સભા નથી પરંતુ એમની ઋણાનુવાદ સભા છે.

આ કાર્યક્રમમાં કર્ણાટક રાજયનાં પૂર્વ રાજયપાલ  વજુભાઈ વાળા , ગુજરાત રાજયનાં રાજયકક્ષાનાં મંત્રી  અરવિંદભાઈ રૈયાણી , સાંસદ  મોહનભાઈ કુંડારીયા , રાજયસભાના સાંસદ  રામભાઈ મોકરીયા , ધારાસભ્યો  ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી , રાજકોટનાં મેયર  પ્રદીપભાઈ ડવ , પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી  નિતીનભાઈ ભારદવાજ , મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી , જીલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપતભાઈ બોદર , ગુજરાતનાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ  ઉદયભાઈ કાનગડ , ગુજરાત પ્રદેશ મહીલા મોરચના અગ્રણી  અંજલીબેન રૂપાણી , રાષ્ટ્રીય સ્વયંસેવકનાં સંઘનાં  મુકેશભાઈ મલ્કાણ , સહકારી અગ્રણી  જયોતિન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં વિજયભાઈને આશીર્વાદ આપવા સાધુ સંતો સર્વ  પૂજય વ્રજરાજકુમાર મહોદય (વી.વાય.ઓ.) , પૂજય પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યા મંદીર) , પૂજય અપૂર્વમુની સ્વામી (બી.એ.પી.એસ) , સાધુ બ્રહમતીર્થદાસ , યોગી ડીવાઈનનાં પૂજય ત્યાગ વલ્લભસ્વામી , ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદીરનાં શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી , સ્વામીનારાયણ ગુરૂકુળનાં શાસ્ત્રી સ્વામી હરીપ્રિયદાસજી ખાસ ઉપસ્થિત રહેશે.

વિશ્વનાં નકશામાં રાજકોટનું સ્થાન ગૌરવવંતુ બનાવનાર શહેરનાં સફળ ઉદ્યોગપતિઓ  મૌલેશભાઈ ઉકાણી , પરાર્ક્રમસિંહ જાડેજા , બીપીનભાઈ હદવાણી , શીવલાલભાઈ આદ્રોજા , રમેશભાઈ ટીલાળા , ચંદ્રકાંતભાઈ પટેલ (ફીલ્ડમાર્શલ) , યોગેશભાઈ પૂજારા , કેતનભાઈ મારવાડી , રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા , રઘુવંશી સમાજનાં અગ્રણી રાજુભાઈ પોબારૂ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગમાં શહેરનાં વિવિધ સંગઠનો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ , ગ્રેટર ચેમ્બર રાજકોટનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા , આ.જી. જી.આઈ.ડી.સી. ના પ્રમુખ નરેશભાઈ શેઠ , મેટોડા જી.આઈ.ડી.સી. ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા , રાજકોટ લોધીકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા , હડમતાલા જી.આઈ.ડી.સી.ના પ્રમુખ રમેશભાઈ પાંભર , રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વસાણી તેમજ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં જયદેવ શાહ , ઈન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટનાં પ્રમુખ ડો . પ્રફુલ કામાણી , સૌરાષ્ટ્રના મોટાગજાના લોકસાહીત્યકારો કીર્તીદાન ગઢવી , બીહારીદાન ગઢવી , ધીરૂભાઈ સરવૈયા , ગુજરાત રાજય સંગીત નાટય એકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ , જૈન સમાજનાં અગ્રણીઓ હરેશભાઈ વોરા , ચંદ્રકાંતભાઈ શેઠ , જીતુભાઈ દેસાઈ , ક્ષત્રીય અગ્રણી પી.ટી.જાડેજા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

વિજયભાઈ રૂપાણીનાં પાંચ વર્ષનાં શાસનકાળમાં વિજયભાઈએ રાજકોટ , સૌરારષ્ટ્ર અને ગુજરાત માટે વિકાસ કામો અને અનેક નવી યોજનાઓની એક શૃંખલા સર્જી દીધી . સમાજનો એક પણ વર્ગ એવો નથી . જેના માટે એમની સરકારમાં કામ થયું ન હોય . વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં વિકાસની જે યાત્રા આરંભી હતી અને વિજયભાઈ પૂર્ણગતીથી , મકકમતાથી અને અનન્ય માનવીય સંવેદના સાથે આગળ લઈ ગયા હતા . એમના કાર્યને અને પ્રદાનને કોઈ શહેર કે પ્રાંતમાં વિભાજીત કરવું યોગ્ય નથી . એમણે સમગ્ર ગુજરાત માટે કામ કર્યુ . ઉર્જા અને પાણી પૂરવઠો , પ્રવાસન અને ઉદ્યોગ , શિક્ષણ અને ટેકનોલોજી , યુવાનો અને મહીલાઓ દરેક માટે વિકાસલક્ષી યોજનાઓ ઘડીને એનો અમલ કરાવ્યો . તો ગોરક્ષા , લવ – જેહાદ કે લેન્ડ ગ્રેબીગ જેવા અત્યંત મહત્વના કાયદાનું કડક અમલ બનાવીને ગુજરાતની પ્રજાને સુરક્ષા અને સલામતીનો અહેસાસ  વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે કરાવ્યો હતો.

રાજકોટમાં બનેલ નવુ બસ સ્ટેન્ડ , શહેરની જળ સમસ્યાના કાયમી ઉકેલ સમાન સૌની યોજના , વિકાસને વેગ આપનાર ટી.પી. સ્કીમ , આકાર લઈ રહેલુ સ્માર્ટ સીટી , ઈન્ટરનેશનલ એરપોર્ટ કે એઈમ્સ હોસ્પીટલ કે પછી ખીરસરા પાસે નવી જી.આઈ.ડી.સી. સાઈટ તો મેગા પ્રોજેકટ છે તે સિવાય પશુઓ માટે એમ્બયુલન્સ જેવી અનેક યોજનાઓ એમણે આપી .  વિજયભાઈ રૂપાણીનાં સમયમાં રાજકોટનાં અઘતન ઓવરબ્રીજ બનવાના શરૂ થયા . કેટલાકનું કામ ચાલુ છે , કેટલાક તો ઉપયોગમાં પણ આવવા લાગ્યા છે .

રાજકોટમાં જે કામો છેલ્લા 50 વર્ષોમાં નહોતા થયા એ પાંચ વર્ષમાં થયા છે અને એની સાથે જ ખેડુતોને વધારે સમય વિજળી આપવાની યોજના , જુનાગઢમાં એશીયાનો સૌથી અઘતન રોપ – વે , પ્રવાસનની દૃષ્ટિએ જુનાગઢનો વિકાસ , કચ્છમાં નર્મદાના પાણી પહોંચ્યા સહીતની અનેક સિધ્ધિ એમના નામે છે . જેને વિજયભાઈ પોતે તો લોકો માટે પોતે અદા કરેલી ફરજજ માને છે . કોરોનાનાં કપળા કાળ દરમ્યાન થયેલા કામો અને તોકતે વાવાઝોડા સમયે તંત્રે કરેલી અપ્રતીમ કામગીરી ગુજરાત – સૌરાષ્ટ્રનાં લોકો કેમ ભૂલે ? એટલે જ વિજયભાઈના ઋણ સ્વીકાર અને પ્રજાકીય સન્માનનો આ કાર્યક્રમ આયોજીત થઈ રહયો છે . ગુજરાતનાં પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીને ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે આપેલ રાજીનામુ એ ગુજરાતના જાહેર જીવનમાં એક નવો અધ્યાય સમાન હતું .

સામાન્ય રીતે સતા ઉપર બેઠેલા અને ગુજરાતના સર્વોચ્ચ સ્થાને બેઠેલા વ્યકિતને પાર્ટી દવારા સૂચના દેવામાં આવે કે તમારું રાજીનામું આપવા ગર્વનર પાસે જવાનું છે ત્યારે ઘડીના છઠા ભાગમાં પક્ષનો નિર્ણય માથે ચડાવીને પક્ષના પ્રમુખ અને પક્ષના અગ્રણીઓને સાથે લઈને ગર્વનર સમક્ષ રાજીનામું આપવા જવું અને રાજીનામું આપ્યા બાદ રાજભવનની બહાર જ પત્રકાર પરિષદમાં પણ સ્વસ્થતાથી પોતે રાજીનામું આપવાના કારણો આપી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ વિજયભાઈ રૂપાણીએ પૂરું પાડ્યું છે આવું સંઘના વિચારોને આત્મસાત કરનાર વ્યકિત જ કરી શકે .

રાજકોટના અને ગુજરાતના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ પોતાની મુખ્ય પ્રધાનની કારકિર્દી દરમ્યાન રાજકાટ શહેર માટે જે કાંઈ કર્યું છે તેના માટે રાજકોટ શહેર અને રાજકોટના નાગરીકો તેના માટે હંમેશા આભારી છે અને રાજકોટ શહેરની જનતાએ પણ વિજયભાઈ રૂપાણીને છેલ્લી ચૂંટણીમાં જંગી જનસમર્થન આપેલ હતું અને વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટના નાગરીકો દવારા આપવામાં આવેલ જનસમર્થનને સવાયું કરીને રાજકોટની જનતાને શ્રેષ્ઠ માળખાકીય સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે રાજકોટ પણ વિજયભાઈની આ કામગીરીની નોંધ લઈ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો એક પ્રયાસ કરશે

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેરનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ સર્વ  મુકેશભાઈ દોશી , ગુણભાઈ ડેલાવાળા , ડી.વી.મહેતા , કીરીટભાઈ આદ્રોજા , હસુભાઈ ભગદેવ , મહેન્દ્રભાઈ ફળદુ , જયેશભાઈ ઉપાધ્યાય , ડો . અતુલ પંડયા , એડવોકેટ અંશભાઈ ભારદવાજ , ઉપેનભાઈ મોદી , વિજયભાઈ ડોબરીયા , ડો . મયંક ઠકકર , ભરતસિંહ જાડેજા , અજયભાઈ પટેલ , ધ્રુવીકભાઈ પટેલ , દીનેશભાઈ કારીયા , પ્રવિણભાઈ નિમાવત , મનીષભાઈ દોશી , સુનીલભાઈ વોરા , પ્રફુલભાઈ ગોસ્વામી , પ્રો . શૈલેશભાઈ જાની , યશભાઈ રાઠોડ ) ડો . જયેશભાઈ રાજયગુરૂ , એડવોકેટ કમલેશભાઈ ડોડીયા , સંજયભાઈ હીરાણી સહીતનાં અગ્રણીઓ દવારા કરવામાં આવ્યું છે. પાર્કિંગની વ્યવસ્થા કણસાગરા કોલેજ અને વીરબાઈમાં મહિલા કો;લેજમાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.