Abtak Media Google News

પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ

જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મનજયંતી અતંર્ગત ધ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં શહેર ભાજપ ધ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે વિજયભાઈ રૂપાણીએ પં. દીનદયાલ ઉપાધ્યાયજીના જીવન-ક્વન પર વક્તવ્ય આપતા જણાવેલ કે  પંડિત દીનદયાલ ઉપાધ્યાય  એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ઠ સંગઠનર્ક્તા હતા. તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ્ા હતા. તેમણે ભારતીય સનાતન વિચારધારાને યુગાનુકૂળ રૂપમાં પ્રસ્તૃત કરીને દેશમાં એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું સમગ્ર જીવન અને દર્શન આપણા માટે પ્રેરણારૂપ છે. એમનું રાષ્ટ્રચિંતનમાત્ર આપણને યાદ નથી રાખતા એ ચિંતનને હવે આપણા જીવનમાં ઉતારવાનો અને તેનો અમલ કરવાનો પ્રયત્ન થઈ રહયો છે.

Screenshot 2 43

પંડિત દીનદયાલજી માત્ર એક રાજકીય નેતા ન હતા પરંતુ એક પ્રખર ચિંતક, લેખક અને વિચારક પણ હતા. તેમણે શક્તિશાળી અને સંતુલિત રાષ્ટ્રવિકાસની કલ્પના કરી હતી. રાષ્ટ્ર ભારતીય ચિંતન પરંપરાના આધાર પર કઈ રીતે દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચે અને વિકાસની પગદંડી  કઈ હોઈ શકે તેનું ચિતંન રજુ કરેલ હતુ. ત્યારે  પંડિત દીનદયાલજી સામાજીક- રાજકીય જીવનમાં સદૈવ પ્રેમભરી વાણી ઉચ્ચારતા અજાતશત્રુ જેવા હતા. પંડિત દીનદયાલજીએ  જનસંઘને વૈચારીક આધાર આપ્યો હતો.

તેમના જ સૈધ્ધાંતિક વિચારના આધાર પર ભારતીય જનતા પક્ષો નિશ્ર્ચિત કરેલ છે. ત્યારે આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પંડિત દીનદયાલજીના સ્વપ્નોને સાકાર કરવા દિન-રાત પરીશ્રમ કરી રહયા છે.  વડાપ્રધાનજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા  સરકાર પંડિત દીનદયાલજી એકાત્મ માનવદર્શન ના સિધ્ધાંતને કેન્દ્રમાં રાખી ગરીબમાં ગરીબ વ્યક્તિના ઉત્થાન  અને વિકાસના લક્ષ્યને  ધ્યાનમાં રાખી વિવિધ યોજનાઓ ને અમલમાં મુકી રહી છે.

આ તકે  કમલેશ મિરાણીએ જણાવેલ કે જનસંઘના પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી  ભારતીય જનતા પાર્ટી માટે વૈચાિરક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. તદન સૌમ્ય અને સરળ  સ્વભાવના વ્યક્તિ હતા.રાજનિતી ઉપરાંત સાહિત્યમાં તેની ખૂબ અભિરૂચિ હતી.દેશને એકાત્મ માનવવાદ નો વિચાર એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની શ્રેષ્ઠતમ દેન છે.

આ તકે કમલેશ મિરાણી, રામભાઈ મોકરીયા, નિતીન ભારધ્વાજ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ઉદય કાનગડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,   ડો. પ્રદિપ ડવ,  બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, રક્ષ્ાાબેન બોળીયા, ડો. દર્શીતાબેન શાહ, વિનુભાઈ ઘવા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ શહેર ભાજપ ના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય  મંત્રી હરેશભાઈ જોષી, મૌલિક પરમારએ જહેમત ઉઠાવી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ પર શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

Ajidem Rajkot

એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળની જન્મ જયંતિએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવસભર અંજલિ આપી હતી. રાજ્યભરમાં આજરોજ પંડિત દીનદયાળની જન્મ જયંતિ પર તમામ રાજનેતા અને અધિકારીઓ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે  પંડિત દિનદયાળની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર, મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, મ્યુનીસીપલ કાઉન્સિલરો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 1 54

પંડિત દિનદયાલજીને પુષ્પાંજલિ અર્પણ કરતા રાજુ ધ્રુવ

આજરોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે રાજકીય-સામાજિક આગેવાનો દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે અનુસંધાને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવે પણ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી. જેમની સાથે અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મહામંત્રી દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઈ

જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતી અંતર્ગત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ દ્વારા વોર્ડ નં.14 ખાતેપંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે ઉદય કાનગડે જણાવેલ કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનું સમગ્ર જીવન અને દર્શન આપણા માટે પ્રેરણારૂપ છે. ઉદય કાનગડ અને જીતુ કોઠારી એ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને શત શત નમન કર્યા હતા.

આતકે જયોત્સનાબેન હળવદીયા હરીભાઈ રાતડીયા, નરેન્દ્ર કુબાવત, નીલેશ જલુ, વિપુલ માખેલા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, મહેશ પરમાર, વિજય કારીયા, કેયુર મશરૂ, માનસુખ વાળા, આશીષ ટાંક, કિશોરભાઈ પરમાર, દીપ્તીબેન વોરા, નીલમબેન ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.