Abtak Media Google News

લક્ષ્મીનગરના શખ્સ પાસેથી ૨૫૨ બોટલ વિદેશી દારૂ લાવ્યાની કબુલાત

બીગ બજાર પાછળ આવેલા એ.બી.પાર્કમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી રૂ.૧.૧૩ લાખની કિંમતની ૨૫૨ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પૂછપરછ કરતા લક્ષ્મીનગરના બુટલેગર પાસેથી વિદેશી દારૂ લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એ.બી.પાર્કમાં રહેતા લ્પેશ નરેન્દ્ર વ્યાસ નામના શખ્સે વિદેશી દારૂ મગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પી.આઇ. વી.એસ.વણઝારા, એન.ડી.ડામોર, હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ ચુડાસમા, રાહુલભાઇ ગોહેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને હિરેન સોલંકી સહિતના સ્ટાફે એ.બી.પાર્કમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન અલ્પેશ નરેન્દ્ર વ્યાસ પાસેથી રૂ.૧.૧૩ લાખની કિંમતની ૨૫૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ હાથધરતા વિદેશી દારૂ લક્ષ્મીનગરના હાર્દિક નામના શખ્સ પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.