Abtak Media Google News

હર ચીજ કી એક કિંમત હોતી હૈ…

લકઝુરીયસ વીલામાં ૪ દિવસ રહેવાનો ખર્ચ ‘ફકત’ રૂ.૧.૫ કરોડ

શું તમે પાતાળનો ‘વૈભવ’ માણવાની ઈચ્છા રાખો છો ? તમને પાણીમાં રહેવાની ઈચ્છા છે ? તો તમારે ચાર રાત્રીના ‘ફકત’ ૧.૫ કરોડ રૂપિયા ચુકવવાના રહેશે. જાણીને થોડીક નવાઈ લાગશે પરંતુ માલદીવમાં વિશ્ર્વની પ્રથમ અંડર વોટર વીલા તૈયાર કરવામાં આવી છે જેનું એક રાતનું ભાડુ આશરે ૩૬ લાખ રૂપિયા છે અને આ વીલામાં રહેવા માટે ચાર રાત્રીનું પેકેજ બુક કરાવવુ પડે છે એટલે કે ૧.૫ કરોડ રૂપિયા અંડર વોટર વીલામાં રહેવાનું ભાડુ છે.

ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં ૧૬ ફુટ ઉંડે બનાવવામાં આવેલી ‘મુરાકા’ નામની આ વીલા માલદીવના રંગાલી આઈસ લેન્ડ રિસોર્ટ દ્વારા બનાવવામાં આવી છે. આ લકઝુરીયસ વીલાનું નામ ‘મુરકા’ રાખવામાં આવ્યું છે. જેને દેવહી ભાષામાં કોરલ કહેવામાં આવ્યા છે. આ લકઝુરિયસ વિલામાં જીમ, બાર અને પુલ છે. અદ્યતન કવાર્ટસવાળી આ અંડરવોટર વીલામાં બેડરૂમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેનાથી દરિયાના પેટાળનો નજરો પણ બેડરૂમમાંથી જોઈ શકાય છે. વીલાનો ટોપ ફલોર એવી રીતે ડિઝાઈન કરાયો છે કે તેમાંથી સનસેટ પણ ખુબ જ સારી રીતે જોઈ શકાય છે. સપનાના ઘર જેવી આ વોટર વીલાનું ભાડુ ખુબ જ એકસપેન્સીવ છે.

આ મનમોહક નજારો જોવા માટે અને આ લકઝુરીયસ વીલામાં સુવા માટેનું એક રાતનું ભાડુ ૩૬.૬૭ લાખ રૂપિયા છે અને વીલામાં એક રાત નહીં પરંતુ ઓછામાં ઓછી ચાર રાત રહેવું પડે મહત્વનું છે કે ‘મુરાકા’એ ફર્સ્ટ પ્રથમ અંડર વોટર ક્ધસેપ્ટ નથી. આ અગાઉ પણ આ જ રીસોર્ટ દ્વારા અંડર વોટર ફાઈસ્ટાર રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે જેનું નામ ઈથ્થા છે. મહત્વનું છે કે ઈથ્થા અને મુરાકાનો ક્ધસેપ્ટ રિસોર્ટ દ્વારા તૈયાર કરાયો છે. જોકે આનાથી કોઈ જળચરને નુકસાન થતુ નથી અને લોકો પણ લાઈફમાં કંઈક નવુ કરવા અને શાંતી મેળવવા માટે આ વીલા કે હોટેલની મુલાકાત લે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.