Abtak Media Google News

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનનાં કેસ વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને શક્તિપ્રદર્શન કરવાનું સુજ્યુ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આગામી 31મીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી સુપર સ્પ્રેડર સાબિત થાય તે પૂર્વે રોડ-શો સહિતના તેઓના તમામ કાર્યક્રમો રદ્ કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્ર્નરને રજૂઆત કરવામાં આવી છે.

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું હતું કે આગામી તા.31ના રોજ મુખ્યમંત્રી રાજકોટ ખાતે આવી રહ્યા છે અને રેલી, જમણવાર, મેળાવડા, સ્વાગત સહિતના કાર્યક્રમો યોજવાના હોય અને અંદાજે 50,000 જેટલી જન મેદની એકઠી કરવાના હોય ત્યારે કલેકટર અને પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવેલ છે અને જાહેર કાર્યક્રમો રદ કરવાની લોકોના આરોગ્યના હિતાર્થે માંગણી કરી છે .

સુરત પોલીસ કમિશનર દ્વારા 144 ની કલમ લાગુ કરવામાં આવી છે તેવી રીતે રાજકોટમાં પણ 144 ની કલમ લાગુ હોય જેનો કડક અમલ કરવામાં આવે. જ્યારે એકજ રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે અલગ અલગ નિયમો કેમ ? તેવો વેધક સવાલ કર્યો છે.જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર અંગેની તકેદારી સરકાર દ્વારા આગોતરી લેવાની હોય તેના બદલે ખુદ સરકાર જ કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહી છે અને રાજકોટ તથા સૌરાષ્ટ્રના લાખો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોય ત્યારે રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરની ફરજ છે.

સરકાર જ્યારે વાઇબ્રન્ટ સમિટ કરવા અંગે હજુ વિચારણા કરી રહી છે કે આયોજન કરવું કે ન કરવું ત્યારે  સરકાર આ રાજકોટની રેલી સહિતના કાર્યક્રમો રદ કરે અને લાખો લોકોને જીવ જોખમમાં ન મૂકે તેવું યાદીના અંતમાં પ્રદીપભાઈ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, મહેશભાઈ રાજપૂત અને ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.