Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં ‘લેટ્સ ગો ટુ ધ નેક્સટ લેવલ…’: વિષયક ડિસીઝન મેકરો માટે ટ્રેનીંગ સંપન્ન

બેન્ક દ્વારા દર માસનાં ત્રીજા શનિવારે, ડિસીશન મેકર કે થીન્ક ટેન્ક ર્આત બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, ઉચ્ચ અધિકારીઓ માટે વિશેષ ટ્રેનીંગ પ્રોગ્રામ શરૂ કરાયેલો છે. તેમાં પ્રમ શ્રૃંખલામાં પ્રો. લલિત ચંદે દ્વારા ‘લેટસ ગો ટુ ધ નેક્સટ્ લેવલ…’ વિષયક ટ્રેનીંગ સેમિનાર યોજાયો હતો.

Advertisement

૧,૦૦૦ી વધુ પ્રોફેશ્નલ સેમીનારનાં આયોજક, ૧૦૦થી વધુ રેડિયો ટોક આપનાર અને રિસર્ચ બુક લખનાર પ્રો. લલિત ચંદે મોટીવેશ્નલ અને ટ્રેનર તરીકે ખ્યાતનામ છે. તેઓ નાની પણ ચોટદાર રજુઆત માટે સતત પ્રયત્નશીલ રહે છે.

પ્રો. લલિત ચંદેનાં વકતવ્યની એક ઝલક, ‘આજના સમયમાં વધુ સારી કામગીરી કરવા માટે બેન્કિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ પડકાર છે. પરિવર્તનનો સ્વીકાર કરો નહિતર પરિવર્તનનો શિકાર બનો. ચેન્જીસ સામે ચેલેન્જીસ આવે છે. જે લોકો તેને સમજી શકે તે જ તેને તકમાં ફેરવી શકે. આપણે આપણી સંસનું એવું સંચાલન કરવું જોઇએ તે અન્યો માટે બેન્ચ માર્ક બની રહે. આપણાં ગ્રાહકને શે માં સાનુકૂળતા છે તે જાણી તે તેને આપો. ખરેખર તો આપણે આપણી શક્તિનાં ૪૦ ટકા ઓછી કેપેસીટીી કામ કરીએ છીએ. પરિવર્તન કોઇને પણ ગમતું ની. જ્યારે પરિવર્તન સામે બા ભીડવાની હોય ત્યારે મુશ્કેલી થાય છે. ખરેખર તો આપણે એક કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલા છીએ. તે ઝોનની કંઇક અલગ કે નવું ાય એટલે તુરત જ ગુસ્સો આવે છે. સમય-સંજોગો-પરિસ્તિથી પ્રમાણે પોતાનામાં ફેરફાર કરવો જોઇએ. પ્રકૃતિનો પણ આ જ નિયમ છે ને. આપણે જે પરિવર્તન કે ફેરફાર બીજામાં લાવવા ઇચ્છતા હોઇએ તે સર્વપ્રમ આપણામાં લાવવો જોઇએ. હંમેશા શીખવાની તૈયારી રાખવી જ જોઇએ. અરીસો સ્વાગત સહુનું કરે છે પરંતુ સંગ્રહ કોઇનો નહિ. નિરીક્ષણ સહેલું. કોણ શું કરે તેમાં મજા આવે પરંતું આત્મ નિરીક્ષણ અઘરું છે. આપણી નબળાઇ ઉપર આપણે જ કાર્ય કરવું પડે. આવતા વર્ષોમાં મારે ક્યાં જવું તે વિચારવાનું છે. એક વાત, આપણે ક્યાંથી ચીજ-વસ્તુ ખરીદવી ગમે ? બળતા ન થાય પરંતુ આપે ત્યાંથી. દરેક લોકોને સાનુકૂળતા જોઇએ છે. સીસ્ટમમાં ચેન્જીસ લાવવા માટે ટીમને તૈયાર કરવી જ પડે. સીસ્ટમમાં સમય મુજબ ફેરફાર થાય / પડકાર ઝીલી શકે તેવી વ્યવસ ગોઠવવી જોઇએ.

આ ટ્રેનીંગમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, હરિભાઇ ડોડીયા, અર્જુનભાઇ શિંગાળા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, રાજશ્રીબેન જાની, પ્રદિપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદકુમાર શર્મા, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.