Abtak Media Google News

ટેન્કર ચાલકના પગ ફસાઈ જતાં ફાયર બ્રિગેડની ટુકડીએ પતરા કાપીને  સારવારમાં પહોંચાડ્યો

 જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેન્કરના ચાલક કેબીનમાં ફસાયો હતો. જેના બંને પગને પતરા વગેરે કાપીને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. ધ્રોલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા પાસે ગઈ રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં વાડીનાર તરફથી રાજસ્થાન જઈ રહેલું જીજે 23 જી.બી. 0274 નંબરનું ટેન્કર કે જે સામેથી રોંગ સાઈડમાં આવીને ઊભેલા જીજે 10 વી. 7929-નંબરના ટ્રક સાથે ધડાકા અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનોની બોડી એકબીજાના અંદર ઘૂસી ગઈ હતી, અને ટેન્કરનો ચાલક તેમાં ફસાયો હતો. જેના બે પગ અંદર ફસાઈ ગયા હોવાથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેથી સૌપ્રથમ 108 ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. જેઓએ પતરા વગેરે કાપીને રહી ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તેમાંથી બહાર ખેંચી લીધો હતો, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.