Abtak Media Google News
  • પ્રેમ સંબંધના કારણે બંને શખ્સોએ યુવાનને ઢોર માર મારતા સારવારમાં ખસેડયો’તો
  • પ્રથમ સીડી પરથી પડી જતા ઈજા પોંહચતા દાખલ થયો તો : પોલીસ તપાસમાં હુમલો થયાનો ઘટસ્ફોટ

રાજકોટના જંગલેશ્વર નજીક રાકૃષ્ણ સોસાયટીમાં રહેતો બિહારી યુવાનને પડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી તે વાતનો ખાર રાખી યુવતીના ભાઈએ તેના મિત્ર સાથે મળી યુવાનને ધોકા વડે ઢોર માર મારતા તેને સારવાર માટે અમદાવાદ હોસ્પીટલમાં ખસેડાયો હતો જેનું સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ઉલીખનીય છે કે, જ્યારે પ્રથમ ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે સીડી પરથી પડી ગયો હોવાથી ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ મુળ બિહારનો મિથુન ભવાનીશંકર ઠાકુર (ઉ. વ.25) રાધાકૃષ્ણ નગર શેરી નંબર 8 માં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો એને તેની શરીર માં રહેતી યુવતી સુમૈયા સાથે પ્રેમસંબંધ હતો અને તેને પ્રેમિકાને પોતાનો ફોન આપ્યો હતો અને જેમાં બંને વાતચીત કરતા હતા પરંતુ તેના પ્રેમ સંબંધની જાણ યુવતીના ભાઇ શાકિરને રફીક કડીવારને થતા તેને ઉશ્કેરાય મિથુન સાથે વાતચીત કરવા માટે તેના ઘરે જતો હતો ત્યારે શાકીરને રસ્તામાં તેનો મિત્ર અબ્દુલ મળી જતા તેને પણ સાથે લઈ ગયો હતો તેઓ મિથુન ને શોધી રહ્યા હતા ત્યારે મિથુન તેના ઘરમાં મળી જતા મિથુન ને ધોકા વડે માર માર્યો હતો. માર માર્યા બાદ બન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

બાદ ખોવાયેલા મિથુન ને તેનો મિત્ર સુરજ મળવા માટે આવ્યો હતો અને તેઓને અમદાવાદ માતાજીના માંડવામાં જોવાનું હોવાથી બંને મિત્રો રવાના થયા હતા ત્યારે લીંબડી નજીક પહોંચતાં મિથુન ની તબિયત લથડતાં તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના થતા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો ત્યારે યુવાન સીડી પરથી પડી ગયો હોવાથી તેને ઇજા પહોંચી હોવાનું તેના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ મિથુન હોવાથી તેનું પોલીસ દ્વારા નિવેદન લઇ શકાયું નહોતું પરંતુ પોલીસને આ અંગે શંકા જતા તેને તપાસ કરતા યુવાન પર હુમલો થયાનું જાણવા મળ્યું હતું મિથુન તબિયત લથડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલ રાત્રે મિથુનનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી હતી આ બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા પોલીસે આ મામલે તપાસ કરતાં મિથુન ને તેની ગર્લફ્રેન્ડ ના ભાઈ અને તેના મીત્ર દ્વારા માર માર્યો હોવાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમી પર હુમલો થયાની જાણ થતાં પ્રેમિકાએ હાથની નસ કાપી કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટના જંગલેશ્વર નજીક રાકૃષ્ણ સોસાયટીમાં રહેતો બિહારી યુવાન મિથુન પર થયેલા હુમલાની જાણકારી તેની પ્રેમિકા સુમૈયાને થતાં તેને પોતાના હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતાં તેને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  જ્યાં તેને ટૂંકી સારવાર આપ્યા બાદ જેથી રજા આપી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.