Abtak Media Google News

પેરોલ પર છૂટી કાલાવડ લગ્ન પ્રસંગમાં જતી વેળાએ સર્જાયો અકસ્માત

રાજ્યમાં દીન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં જામનગર નજીક ઇકો કાર ખાડામાં ઉતરી જતા હત્યાના આરોપીનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોતની છે બનાવવાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જાય પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક હત્યાના ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને બે દિવસ પહેલા જ પેરોલ પર છૂટી ગઈકાલે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કાલાવડ નાકા પાસે રહેતા શબીરહુશેન મહમદ્દઈરફાન બાજરિયા નામનો 32 વર્ષીય યુવાન ગઈકાલ રાત્રિના પોતાની ઈકો કાર લઈ જામનગર લગ્ન પ્રસંગમાં જતો હતો ત્યારે ફલ્લા ગામ પાસે ઇકો કાર ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં તેનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને પ્રાથમિક પુસ્તકા જ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વર્ષ ૨૦૨૨ માં હત્યાના ગુનામાં છેલ હવાલે થયો હતો અને છેલ્લી સજા ભોગવી રહ્યો હતો ત્યારે બે દિવસ પહેલા પેરોલ પર છૂટ્યા બાદ તે ગઈકાલે લગ્ન પ્રસંગમાં થતો હતો ત્યારે તેનો અકસ્માતમાં મોતની નિપજ્યું છે. મૃતક યુવાનને સંતાનમાં બે પુત્ર અનેક પુત્રી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.