Abtak Media Google News

જામનગર- રાજકોટ હાઇવે રોડ આજે રવિવારે ફરીથી રક્ત રંજિત બન્યો છે. રામપર ગામના પાટીયા પાસે બંધ પડેલા એક ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારના ચાલક વિભાપર ગામના તબલચી યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

રાજકોટથી કાર લઈ જામનગર જતી વેળાએ સર્જાયો ગોઝારો અકસ્માત

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતો અને ધાર્મિક કાર્યક્રમમાં તબલા વગાડવાનું કામ કરતો જતીન છત્રાલા નામનો યુવાન રવિવારે સવારે નવ વાગ્યાના અરસામાં રાજકોટ થી ઇકો કાર લઈને જામનગર તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટીયા પાસે બંધ પડેલા એક ટ્રક ની પાછળ કાર ઘુસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું, અને તેના ચાલક જતીન છત્રાલાનો ગંભીજા થવાના કારણે ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવવાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને વિભાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.