Abtak Media Google News

પતંજલિના બાલક્રુષ્ણની સંપત્તિ એક વર્ષમાં મુકેશ અંબાણીની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી વધી છે. હારુન ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી, આ લિસ્ટમાં દેશના ૬૧૭ ધનિકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમની કુલ સંપત્તિ ૪.૨૯ લાખ કરોડ રૂપિયા છે. જે દેશના GDPના એક ચતુર્થાંશ બરાબર છે. દેશમાં એક હજાર કરોડ રૂપિયાથી વધારે સંપત્તિવાળા લોકોની સંખ્યામાં એક વર્ષમાં બમણો વધારો થયો છે.

૨.૫૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે મુકેશ  અંબાણી લિસ્ટમાં ટોચ પર છે. પંતજલિના બાલકૃષ્ણ અને ગૌતમ અદાણી પણ ટોપ-10માં સામેલ થયા છે. બાલકૃષ્ણની એસેટ્સ અંબાણીથી ત્રણ ગણી ઝડપથી વધી છે. અંબાણીની સંપત્તિ ૫૮% જ્યારે બાલકૃષ્ણની સંપત્તિ ૧૭૩% વધી છે.

નંબર નામ 2017માં સંપત્તિ 2016માં સંપત્તિ અંતર

  • મુકેશ અંબાણી ૨.૫૭ લાખ કરોડ ૧.૬૦ લાખ કરોડ ૫૮%
  •  દિલીપ સંઘવી ૮૯૦૦૦ કરોડ ૧.૧૮ લાખ કરોડ -૨૭%
  • એલએન મિત્તલ ૮૮૨૦૦ કરોડ ૬૫૧૯૫ કરોડ ૩૫%
  • શિવ નાડાર ૮૫૧૦૦ કરોડ ૭૧૦૦૦કરોડ ૧૬%
  • અઝિમ પ્રેમજી ૭૯૩૦૦ કરોડ ૭૨૮૦૦ કરોડ ૬%
  • સાયરસ પૂનાવાલા ૭૧૧૦૦ કરોડ ૮૦૯૨૫ કરોડ -૯%
  • ગૌતમ અદાણી ૭૦૬૦૦ કરોડ ૪૧૩૪૦ કરોડ ૬૬%

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.