Abtak Media Google News

યુએસ, કેનેડા પ્રવાસ પુર્વે આચાર્ય લોકેશજીએ પૂર્વ રાષ્ટ્રતિને આપ્યા આશિર્વાદ

ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના દર્શનનો સમગ્ર વિશ્વમાં પ્રસાર કરવા વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના થયા છે. મુલાકાત પહેલા, અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો લોકેશજી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને મળ્યા હતા આ સાથે આચાર્યએ કોવિંદજીને અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે મુંબઈમાં આયોજિત રાષ્ટ્ર નિર્માણમાં સંતો અને સામાજિક સંસ્થાઓનું યોગદાન વિષય પરના રાષ્ટ્રીય પરિસંવાદના ઉદ્ઘાટન માટે પણ આમંત્રણ આપ્યું હતું.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી એ આચાર્ય લોકેશજીને તેમની યુએસ-કેનેડા મુલાકાત માટે અભિનંદન આપતાં કહ્યું હતું કે આચાર્ય લોકેશજીની વિદેશ યાત્રાથી ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસારિત થશે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ, અહિંસા, શાંતિ અને સદભાવના નો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં સંતોનું મહત્વનું યોગદાન છે.

આ વર્ષે અમેરિકાના સિએટલ ખાતે 24 થી 31 ઓગસ્ટ સુધી પ્રસિદ્ધ જૈનાચાર્ય ડો.લોકેશજીની ઉપસ્થિતિમાં હજારો ભાવિકો પર્યુષણ પર્વની આરાધના કરશે અને 1 થી 10 સપ્ટેમ્બર સુધી કેનેડાના વાનકુવરમાં દશાલક્ષણ મહાપર્વની આરાધના કરવામાં આવશે. આ પહેલા પણ આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં ઈંગ્લેન્ડ, સિંગાપોર, મલેશિયા, અમેરિકામાં અનેક વખત પર્યુષણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે જૈન ધર્મમાં પર્યુષણ-દસલક્ષણ મહાપર્વનું ઘણું આધ્યાત્મિક મહત્વ છે, તે આત્મસાક્ષાત્કાર, આત્મશુદ્ધિનો વિશેષ તહેવાર છે. આ અવસર પર દેશ-વિશ્વમાં ફેલાયેલા લાખો જૈનો 18 દિવસ સુધી પર્યુષણ-દસલક્ષણ મહાપર્વની આરાધના કરે છે. આ સમય દરમિયાન, તમામ ધાર્મિક લોકો તેમના આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવા માટે તપ, ધ્યાન, સ્વ-અધ્યયન, જપ, મૌન વગેરે જેવા આધ્યાત્મિક અનુષ્ઠાન કરીને પોતાનો વિકાસ કરવાનો પ્રયાસ કરે છે.પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી સાથેની મુલાકાત દરમિયાન આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત જૈન દર્શન વર્તમાન વિશ્વ માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.