Abtak Media Google News

Table of Contents

કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ સતત દરેક કેન્દ્ર પર રૂબરૂ મુલાકાત લીધી : પોલીસ સ્ટાફની કાબિલેદાદ કામગીરી

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગઈકાલે પરીક્ષા રવિવાર બની ગયો હોય તેમ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ના માહોલમાં નવ લાખથી વધુ યુવાનોએ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપી હતી અગાઉના કડવા અનુભવના માહોલમાં પેપર લીકેજ ન થાય થી લઈને પરીક્ષાાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે સરકારની તાકીદના પગલે વહીવટી તંત્ર પોલીસ શિક્ષણ વિભાગ એસટી નિગમ ની સાથે સાથે સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સંગઠનો એ પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પરીક્ષાઓની સવલત માટે પોતપોતાને ભાગે આવતી કામગીરી સારી રીતે બજાવીને રવિવારની જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માં સવારથી સાંજ સાંગો પાંગ પાર પાડી હતી.

નવ લાખથી વધુ પરીક્ષાાર્થીઓની બેઠક વ્યવસ્થા અને લાખો પરીક્ષાાર્થીઓ તેમના રહેઠાણથી પરીક્ષા સ્થળ સુધી સમયસર સલામત રીતે પહોંચી જાય તે માટે એસટી વિભાગ દ્વારા જરૂરી સઘન વ્યવસ્થામાં પૂરતી બસોની ફાળવણી તો કરી હતી સાથે સાથે તમામ જિલ્લા કેન્દ્રના પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા ના સમયે કોઈ વિદ્યાર્થી અનાયાસે પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરે તો ખરે ટાણે પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર બનીને પરીક્ષાર્થીને કોઈપણ સંજોગોમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવી હતી અને અનેક કિસ્સામાં છેલ્લી ઘડીએ પોલીસ કર્મચારીઓ દ્વારા પરીક્ષાથી ને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા ગઈકાલે સવારથી સાંજ સુધીની ભારે જે મતથી લાખો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી જોકે ગઈકાલનું પેપર ખૂબ જ લેંધી હોવાનું અને મગજની કસોટી કરનાર હોવાનું પરીક્ષાાર્થીઓએ જણાવ્યું હતું

 પરીક્ષાની પ્રોવિઝન આન્સર કી 11 એપ્રિલે જાહેર કરાશે..

ટીમ વર્ક દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ : પ્રભવ જોશી ( કલેકટર, રાજકોટ )

Vlcsnap 2023 04 10 09H38M30S275

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારી સતત દરેક પરીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ને વોચ રાખી રહ્યા હતા.કલેકટર પ્રભવ જોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા યોજાઈ તે માટે તમામ પ્રયત્નો અમે કર્યા છે.રાજકોટ જિલ્લામાં કુલ 150 કેન્દ્ર અને 62 રૂટ હતા.42,000 જેટલા વિદ્યાર્થીઓનો જ્યારે અહીંયા ભવિષ્યનો સવાલ હોઈ તંત્ર દ્વારા કોઈજ કચાસ રાખવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે દરેક રૂટ પર રૂટ સુપરવાઇઝર , ક્ધટ્રોલ રૂમ તેમજ દરેક જગ્યાએ સીસીટીવી સહિતની વ્યવસ્થા પર કલેકટર તથા ડીડીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.પેપર સ્ટ્રોંગ રૂમ માંથી નીકળી ફરીથી ત્યાં પોહચે તે માટે સતત વીડિયોગ્રાફી,પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

પેપર ફૂટ્યું નહીં એટલે માનસિક શાંતિ મળી : ઉમેદવારો

Screenshot 2 16

જૂનિયર ક્લાર્કની મહેસાણાથી રાજકોટ પરીક્ષા આપવા આવેલ  ઉમેદવારોએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ મહોલમાં પરીક્ષા યોજાઈ છે .મહેસાણાથી અમે અહીં પરીક્ષા આપવા આવ્યા કોઈ જ અગવળતા થઈ નથી.પેપર વિશે જો વાત કરીએ તો પેપર થોડું લાંબુ હતું જેને કારણે સમય અમને લખવામાં ઓછો મળ્યો હતો.પેપર ખુબજ સહેલું હતું જેથી અમને વિશ્વાસ છે

પરીક્ષા મા પાસ થઈ જ જશું.મન માં પહેલેથી ડર હતો કે પેપર ફૂટે નહીં તો સારું.ખૂબ જ મહેનત કરીને અમે પરીક્ષાની તૈયારીઓ કરતા હોઈએ છીએ.પેપર ફૂટવાની ઘટનાથી ખુબજ દુ:ખ થાય પરંતુ આ વર્ષે સરકાર ની કામગીરીથી તેમજ ખાસ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી અમે ખુબજ ખુશ છીએ અને તમામ નો આભાર વ્યક્ત કરીએ છીએ.

જૂનાગઢમાં જૂનીયર કલાર્કની પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યની સાથે જુનાગઢ જિલ્લામાં યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નોંધાયેલા 23,220 ઉમેદવારો માંથી 10,538  ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા ત્યારે 12,638 ઉમેદવારોએ પરીક્ષા આપતા 54.62 ટકા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.

જુનાગઢ ખાતે યોજાયેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે અન્ય જિલ્લાના અને દૂર દૂરથી ઉમેદવારો આવ્યા હતા. ત્યારે તેમના માટે એસટી વિભાગની બસની 234 રૂટની એક્સ્ટ્રા બસ દોડાવાય હતી. આ સાથે રાજકોટ – જુનાગઢ – રાજકોટ માટે એક ખાસ સ્પેશ્યલ ટ્રેન મૂકવામાં આવી હતી. જેનો વિદ્યાર્થીઓએ પૂરેપૂરો લાભ લીધો હતો. જો કે, હજારોની સંખ્યામાં પરીક્ષા આપવા જુનાગઢ આવી પહોંચેલા ઉમેદવારોને પોતાના વતનમાં જવા માટે લાંબી લાઈનમાં અને આંકરા તાપમા કલાકો સુધી જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે જુનાગઢના એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપરનું કીડિયારું ઉભરાયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

દરમિયાન ગઈકાલે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના 79 કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પ્રક્રિયાઓ યોજાઈ હતી. જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પૂરા સાથ સહકાર સાથે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ હોવાનું જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયા એ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રભરમાંથી 50%થી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા

રાજકોટમાં  43,258માંથી  18,065 ઉમેદવારો પરીક્ષા આપરી જયારે  25,193 ગેરહાજર રહ્યા. જામનગરમાં 26,882માંથી 12,813 ઉમેદવારોએ પરીક્ષા આપી. અને  14,096 ગેરહાજર રહ્યા. જૂનાગઢમાં  23,220માંથી 10,538 ઉમેદવારોએ પરીક્ષા આપી અને  13,682 ગેરહાજર રહ્યા. મોરબીમાં 21,120માંથી  8,100 ઉમેદવારોએ પરીક્ષા આપી અને 13,020 ગેરહાજર રહ્યા. અમરેલીમાં  20,250માંથી  8,672 ઉમેદવારોએ પરીક્ષા આપી. 11,578 ગેરહાજર રહ્યા, પોરબંદરમાં 10,470માંથી  4,619 ઉમેદવારોએ પરીક્ષા આપી અને  5,851 ગેરહાજર રહ્યા તથા  દ્વારકામાં 10,140માંથી 4,156 એ ઉમેદવારોએ પરીક્ષા આપી અને  5,984 ગેરહાજર રહ્યા હતા.

બગસરામાં જુનીયર કલાકની પરીક્ષામાં એસ.ટી. પોલીસની સુંદર કામગીરી

1681096969701

બગસરામાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માં એસ.ટી તથા પોલીસ દ્વારા સુંદર કામગીરી (સમીર વિરાણી દ્વારા) સમગ્ર ગુજરાતમાં સરકારદ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લામાં બગસરામાં એસટી વિભાગ દ્વારા ડેપો મેનેજર કરમટા તથા એટીઆઈ પ્રવીણભાઈ ખુમાણ બાબુભાઈ બાજક મહેશભાઈ ભીમજીયાણી દ્વારા ડેપો મેનેજરની સુચના અનુસાર વિદ્યાર્થીઓ માટે એસટી બસની  એક્સ્ટ્રા બસ મૂકી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ એસ.પી હિમકરસિંહ ની સૂચનાથી બગસરા પોલીસ સ્ટેશન ના પી.આઈ ગીડા દ્વારા પરીક્ષા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત તથા એસટી ડેપો પર ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો જે તસવીરમાં નજરે પડે છ

મોરબી જુનિયર ક્લાર્ક પરીક્ષાના 800 પરિક્ષાર્થીઓની રહેવા જમવાની વ્યવસ્થા કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના  વધુ ઉમેદવારોને તમામ સુવિધાઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડયા

Screenshot 3 15

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નાત જાતના બંધનોથી સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને જરાય હાલાકી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં આ ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધાઓ આપવાની સાથે તેમના પરીક્ષા કેન્દ્રો ઉપર પણ પહોંચાડ્યા હતા.

મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા બહારગામના પરિક્ષાર્થીઓને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવાયું હતું. જેમાં કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના 800 થી વધુ ઉમેદવારો નોંધાયા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હતી. તથા આ ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રો પર નિયત સમયે પહોંચાડવામાં આવ્યા હતા.

મોરબી પોલીસજવાને પરીક્ષાર્થીને  સમયસર પરીક્ષા કેન્દ્રે પહોચાડયા

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ કોઈ પણ વિવાદ ન થાય તે માટે આ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે

Screenshot 4 10

જેમાં મોરબી જિલ્લામાં કુલ 68 કેન્દ્રો ખાતે  જુનિયર ક્લાર્ક(વહીવટી/હિસાબી)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના કુલ 704 વર્ગોમાં 21,120 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ પરીક્ષાર્થીઓની સહાય માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા  02822-2999100 હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાને લઈ મોરબી પોલીસના અધિકારીઓ અને કર્મચારી સહિત 401 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન થાય તે માટે પોલીસ અધિકારીઓના નંબર પણ જાહેર કર્યા હતા.

જેમાં એક પરિક્ષાર્થીએ પોલીસ પાસે મદદ માંગતા મોરબી પોલીસે એક પરીક્ષાર્થીને સમયસર સેન્ટ મેરી સ્કૂલ ખાતે આવેલ તેના કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ પણ અનેક  પરીક્ષાર્થીઓને પોતાના બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી હતી. મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એ પણ પરીક્ષા પૂર્ણ થયે હાશકારો અનુભવ્યો હતો અને સાથોસાથ પરીક્ષાર્થીઓ પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.