Abtak Media Google News
  • કાગળ ઉપરના વાઘ જેવી 115 પેઢીઓ ઉપર એટીએસ સાથે GST તૂટી પડ્યું
  • 205 સ્થળો પર રેડ કરાઈ: 115 થી વધુ પેઢીઓ પર GSTના ધામા, 90 ટીમો સર્ચમાં જોડાઈ જેમાં હાલ 91 લોકોની પૂછપરછ ચાલુ
  • કેમિકલ્સ, સળીયા, મેટલ અને ધાતુના ભંગારને લગતા બોગસ બિલો બનાવીને આ કૌભાંડ આચરવામાં આવતું’તું

સેન્ટ્રલ GST બાદ સમગ્ર ગુજરાતમાં સ્ટેટ GST વિભાગના દરોડા પડ્યા છે. અને આ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફફડાટ પણ મચી ગયો છે. ત્યારે હવે સેન્ટ્રલ GST બાદ સ્ટેટ GST હરકતમાં આવતા કરચોરો ઉપર આખરી થવાય બોલાવવામાં આવશે જેને લઇ બંને વિભાગો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સેન્ટ્રલ GSTની ટીમ દ્વારા ગત બે થી ત્રણ દિવસોમાં એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્ટેટ GST વિભાગ દ્વારા પણ લાંબુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન  115થી વધુ જેટલી પેઢીઓના 205 થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં કરચોરીની આશંકાએ 91 વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. GST વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા તેમાં હાલના તબક્કે 85 કરોડ રૂપિયા જેટલી કરચોરી પકડાઈ હોવાનું સામે આવ્યું છે અને આવનારા દિવસોમાં આ આંકડો હજુ પણ વધે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ  સ્ટેટ GSTના ઓપરેશનમાં 41 બોગસ પેઢીઓ મળી આવી છે.  જેમાં સોથી વધૂ બોગસ પેઢી અમદાવાદમાંથી મળી આવી હતી. સૌથી વધુ 14 બોગસ પેઢીઓ ઝડપાતા હડકંપ મચી ગયો હતો. બોગસ 41 પેઢીઓ મારફતે 465 કરોડનું ટર્ન ઓવર દર્શાવાયું હોવાનું પણ સામે આવ્યું છે.  આમ રૂપિયા 85 કરોડની વેરાશાખ પાસ ઓન કરી કરચોરી કરવામાં આવી હોવાનું ઉઘાડુ પડતા અધિકારીઑ ચૌકી ગયા હતા.

રાજ્યમાં એટીએસ અને GSTએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ.  એટીએસ અને GSTની ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરિતી થઈ હોવાની આશંકા એ એકસાથે 135 થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી.  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ એટીએસ અને GSTની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી આવીરત રહેવા પામી છે. હજુ પણ એ તમામ પેઢીઓ ને રડારમાં લેવામાં આવશે કે જે કરચોરીની સાથો સાથ ગેર પ્રવૃતિઓ પણ હાથ ધરતી હોય અથવા તો બોગસ પેઢી ઊભી કરી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય.

કમિકલ્સ, સળીયા, મેટલ અને ધાતુના ભંગારને લગતા બોગસ બિલો બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરતના 25, અમદાવાદની 14, વડોદરાની 12,  સુરતની 9, ભાવનગરની 3 અને રાજકોટની 1, ગાંધીધામની 2 કંપનઓએ મોટે પાયે બોગસ બિલિંગ કર્યું હતું.  બોગસ બિલિંગ કરીને ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાના કેસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. બોગસ બિલિંગ કરનારી કંપનીઓની સંખ્યા 40 થી વધુની હોવાનું સામે આવ્યું છે. તેમણે રૂપિયા 465 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. તેનો ઉપયોગ કરીને રૂપિયા 85 કરોડની ગેરકાયદેસર વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. કેમિકલના પણ બોગસ બિલ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સ્ટેટ GST દ્વારા કરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનની આંકડાકીય માહિતી

– 115 જેટલી બોગસ કંપની હોવાની શક્યતા

– 205 થી વધુ સ્થળો પર સ્ટેટ GSTના દરોડા

– 41 કંપનીઓ બોગસ હોવાનું ખુલ્યું

– 650 કરોડના બોગસ વ્યવહારો આવ્યા સામે

– 100 કરોડથી વધુની કર ચોરી પકડાઈ

– સમગ્ર રાજ્યમાંથી 90 ટીમોને ઓપરેશનમાં જોડાઈ

– 91 લોકોની પૂછપરછ ચાલુ

– 24 લોકો હાલ ફરાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.