Abtak Media Google News

ખોટી વેરા શાખ મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા જીએસટી ટીમ હરકતમાં આવી

વિભાગ હોય કે પછી આવકવેરા વિભાગ હોય જે પણ વ્યક્તિ અથવા પેઢી ગેરરીતી આચરતું હોય તેના ઉપર આખરી તવાય બોલાવવામાં આવી રહી છે પરિણામે ભાવનગર ખાતે બોગસ બિલ્ડીંગમાં આવેલા વ્યાપારીને કે જીએસટીની ઇન્વેસ્ટિગેશન ટીમે ઝડપી પાડ્યો છે. આરતી માહિતી મુજબ સ્ટેજ જીએસટી દ્વારા ભાવનગરના વ્યાપારી હિરણ્ય દેસાઈને અનેક વખત સમર્થ પાઠવવામાં આવ્યા હતા અને તપાસમાં હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ નોટિસની અવગણના કરતા અંતે સ્ટેટ જીએસટી ની ટીમ હરકતમાં આવી હતી અને તેને દુબઈ જતા રોકી ઝડપી પાડ્યો હતો. સૌરાષ્ટ્રમાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે, કરોડોના બેનામી વ્યવહારો કરનાર આરોપી  હિરણ્ય ઉમાકાંત દેસાઈને સમન્સ આપવા છતાં તે હાજર થતો નહતો અને  તે અમદાવાદથી દુબઈ ભાગી જવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા તેને ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો .

કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે. જીએસટીના અધિકારીઓએ ભાવનગરની પેઢીના માલિકની ધરપકડ કરી છે. ભાવનગર સહિત રાજ્યના અનેક સ્થળોએ સ્ટેટ જીએસટીની ઇન્ટેલીજન્સ ટીમે  દરોડા પાડીને 70 કરોડથી વધુના બોગસ બિલિંગનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

ખોટી વેરા શાખ મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા સ્ટેટ જીએસટીની ટીમ હરકતમાં આવી હતી. એટલુંજ નહીં ટીમ દ્વારા  એકોસ્ટ ઈમ્પેક્ષ પ્રાઈવેટ લિમીટેડના ભાવનગર  અને અમદાવાદ સહિતના ધંધાનાં સ્થળોએ આ પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. એકોસ્ટ ઈમ્પેક્ષ કંપનીએ 28 જેટલી બોગસ પેઢી પાસેથી આશરે 70.65 કરોડની બોગસ ખરીદીનાં બેનામી વ્યવહારો કર્યા હતા. આ વ્યવહારોનાં કોઈ બિલો જ મેળવવામાં આવ્યા ન હતા. અને બોગસ વ્યવહારો થકી આશરે 12.79 કરોડની ખોટી વેરા શાખ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આવનારા સમયમાં આ પ્રકારની વ્યાપારીઓ ઉપર જીએસટી વિભાગ વધુ તવાઈ બોલાવે તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.