Abtak Media Google News

મની લોન્ડરિંગને સુપ્રીમે હત્યાથી પણ મોટો ગુનો ગણાવ્યો

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે ભારે કવાયત હાથ ધરવામાં આવી રહી છે, દેશને સશક્ત બનાવવા માટે જેવી રીતે સરક્ષણ વ્યવસ્થા અભેદ હોવી જોઈએ. તેવી જ રીતે આર્થિક મજબૂતી માટે કાળા ધનના ઉપાર્જન, કરચોરી અને આર્થિક ગુનેગારો પર આકરી લગામ આવશ્યક છે.

સુપ્રીમ કોર્ટે પણ કાળા ધનને ધોળું કરવાના કરતૂતોને જઘન્ય અપરાધ ગણવાનો મત વ્યક્ત કર્યો છે દેશની અખંડીતતા અને સાર્વભૌમત્વ અને અસર કરે તેવા આર્થિક ગુનાઓને ડામવા માટે પણ અસરકારક કાયદાની આવશ્યકતા હતી. મની લોન્ડરિંગ ગુનો દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. તે અર્થતંત્રને અસર કરે છે અથવા તો પાટા પરથી નીચે પણ ઉતારી શકે છે. જે હત્યા અને દેશદ્રોહથી પણ વધુ ગંભીર ખૂણો બને છે કરચોરી થી ઉભા કરેલા કાળા નાણાને કોઈપણ તરકીબથી સફેદ કરવાની પ્રવૃત્તિ પણ દેશદ્રોહી પ્રવૃત્તિ જ ગણાય સરહદ પારના દુશ્મનો અને આંતક ફેલાવનારી વિચારધારા ડીજે મત અર્થતંત્રને નુકસાન કરતા દેશના આંતરિક તત્વોને પણ જરા પણ સાંખી ન લેવા જોઈએ. આર્થિક ગુનેગારો પર આકરી કાર્યવાહી વ્યવસ્થા પણ એક સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણ માટે આવશ્યક બની છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મની લોન્ડરિંગનો ઉપયોગ માત્ર ડ્રગ્સના વેપાર માટે જ નહીં પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પણ થાય છે અને આવા ગુનાઓ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને અસર કરે છે. કોર્ટે એવું પણ કહ્યું કે આ હત્યા કરતાં પણ વધુ ગંભીર અને જઘન્ય અપરાધ છે.  કારણ કે તેનાથી સમગ્ર અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે, જેના કારણે વિકાસ અટકી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.