Abtak Media Google News

ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્ટાર કાસ્ટ સાથે સ્ટેજ શેર કર્યુ હતું અને સેલ્ફીની મજા માણ

રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ ગાર્ગી વિધાપીઠ કે જે યુનિવર્સીટી કક્ષાના આધુનિક કેમ્પસમાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ, એમબીએ, હોમિયોપેથી, એન્જિનિયરિંગ અને નર્સિંગ શાખામાં અભ્યાસક્રમો ધરાવે છે. તેની મુલાકાતે આગામી 13 જુનના રજુ થનાર અર્બન ગુજરાતી કોમેડી મુવી જયસુખ ઝડપાયો’ ના કલાકારો, ડિરેકટર તથા ટેકનીકલ ટીમે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર  ધર્મેશ મહેતા, અભિનેતા જીમિત ત્રિવેદી તથા અભિનેત્રી  પૂજા જોશી તથા ફિલમની ટીમનું સ્વાગત ગાર્ડી વિધાપીઠ વનનેસ કમિટીના સભ્યો, એકિડમિક તથા એડમીન સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં આવેલ વિશાળ ઓડીટોરીયમમાં ફિલ્મના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને આ ફિલ્મ કઈ રીતે જાહેમત પૂર્વક બનાવવામાં આવી છે તે જણાવ્યું હતું. ગાર્ગી વિધાપીઠના વિધાર્થીઓએ સ્ટાર કાસ્ટ સાથે સ્ટેજ શેર કર્યું હતું અને સેલ્ફીની મજા માણી. હતી.

આ મુલાકાત વિશે વધુ જાણવતા એમબીએ ડિપાર્ટમેન્ટના વડા પ્રો. નિલેશ અંકલેશ્વરીયા એ કહ્યું હતું કે “જયસુખ ઝડપાયો’ જેવી અર્બન ગુજરાતી ફિલ્મ આગામી સમયમાં પ્રાદેશિક ફિલ્મો માટે સિમાચિન્હ બની રહેશે. ફિલ્મના દિગ્ગજ કલાકારો જેવા કે જોની લિવર, અનંગ દેસાઈ,વિખ્યાત ગાયક સુખવિંદર સિંગ તથા પલક મુચ્છલ અને કાશ્મીર જેવા ક્લોકેશનમાં થયેલું શુટીંગ આ ગુજરાતી ફિલ્મને હિન્દી મુવીની કક્ષામાં લાવીને મુકે છે. જ્યારે સંસ્થાના આયુર્વેદ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. નિરજ મહેતા એ જણાવ્યું હતું કે પ્રોફેશ્નલ એપ્રોયથી થતું ફિલ્મ નિર્માણ અને મોટા બજેટથી મળતું પ્રોત્સાહન તથા પોસ્ટ પ્રોડકશન પ્લાનીંગ આપણી પ્રાદેશિક ફિલ્મોને આગામી સમયમાં હાલની સાઉથની ફિલ્મોની જેમ પ્રસ્તુત બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. નિરજ મહેતા સાથેની વાતચીતમાં અભિનેતા જીમિત ત્રિવેદીએ કેમ્પસના તથા અભિનેત્રી પૂજા જોષીએ વિદ્યાર્થીઓની ધમાકેદાર પાર્ટીશિયેશનના ખુબ વખાણ કર્યા હતા.

ગાર્ની વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતા, વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ અને મેનેજિંગ ડિરેક્ટર જયભાઇ મહેતા એ જયસુખ જડપાયો’ ફિલ્મના સભ્યોની કેમ્પસ વિઝીટ અંગે જણાવ્યું હતું કે આવી મનોરંજન સભર ફિલ્મો હજુ વધુ બનવી જોઈએ કે જેને આખો પરિવાર સાથે બેસીને નિહાળી શકે. તેઓએ ફિલ્મના ડિરેક્ટર અને સ્ટાર કાસ્ટને તેની આવનારી કોમેડી ફિલ્મને ભરપૂર સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાક્વી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.