Abtak Media Google News

રેશ્મા પટેલે બંગલામાં ઘુસી જઈ ભરતસિંહને રંગેહાથ ઝડપ્યા, યુવતીને ધોકાવાઈ : સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

કોંગી નેતા ભરતસિંહ સોલંકી ફરી પાછા વિવાદમાં ફસાયા છે. પોતાની પત્ની સાથે જ વિખવાદ બાદ હવે પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફોડતા પત્ની બંગલામાં ઘૂસી જતાં રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચ્યો છે.

આજે સોશિયલ મીડિયામાં ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રી નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે.

કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિડીયો ક્યારનો છે અને કોણે રેકોર્ડ કર્યો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ શકી.

ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પરસ્ત્રીને લઈને થયેલી જોરદાર બબાલની વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.

વિડીયો ક્લિપમાં રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી શરૂ કરે છે તેમ દેખાઈ રહ્યું છે.

ક્લિપમાં રેશ્મા પટેલ યુવતીને એમ કહેતા સંભળાય છે કે, ’તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ યુવતી રેશ્મા પટેલને આન્ટી કહીને પણ સંબોધે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, ’તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ ખૂબ જ ચકચાર મચાવી રહ્યો છે.

ભરતસિંહ સોલંકીએ ગત વર્ષે એક જાહેર નોટિસ દ્વારા પોતાની પત્ની સાથે કોઈએ નાણાંકીય લેવડ-દેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં તેવી જાહેરાત કરી હતી. નોટિસમાં તેઓ ચારેક વર્ષથી સાથે નથી રહેતા અને રેશ્મા પટેલ મનસ્વી વર્તન કરે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

ભરતસિંહની નોટિસના એક મહિના બાદ રેશ્મા પટેલે પણ એક જાહેર નોટિસ દ્વારા ભરતસિંહ સામે વિવિધ આક્ષેપો કર્યા હતા. નોટિસમાં રેશ્મા પટેલે પોતાના જીવને જોખમ હોવાથી અમેરિકા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. સાથે જ એવો દાવો કર્યો હતો કે, તેમના બેંક ઓફ અમેરિકાના પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ તેમની જાણ બહાર જ મનીષા તથા અન્ય ઈસમોના ખાતામાં 3 લાખ ડોલર (આશરે સવા 2 કરોડ રૂપિયા) ટ્રાન્સફર કરી દીધા છે.

આ અંગે રેશમા પટેલે વધુમાં જણાવ્યું કે પહેલા મેં જોયું કે ભરતસિંહ વિદ્યાનગર રોડ ઉપર આઈસ્ક્રીમ ખાઈ આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું.

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે, હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.