Abtak Media Google News

500 એકર જમીન પર 700 લાખ ચોરસ ફૂટ જગ્યાને ડેવલપ કરાશે એરો સિટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અદભૂત નમૂના સમાન બનાવાશે

ગૌતમ અદાણી અનોખા બિઝનેશ આઈડિયાથી અદાણી ગ્રુપની કીર્તિમાં ઉતરોતર વધારો કરી રહ્યા છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લાન માટે જાણીતા એવા અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી નજીકના ભવિષ્ય માટે તેમણે ખૂબ મોટી યોજનાઓની તૈયારીઓ કરી લીધી છે. હાલમાં તેઓ તેમના દરેક એરપોર્ટ પર ભવ્ય એરો સિટીઝ વીચારી રહ્યા છે, જેમાં અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ એરો સિટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અદભૂત નમૂના સમાન હશે.સૂત્રોએ જણાવ્યું કે અદાણી ગ્રુપ તેના તમામ એરપોર્ટની નજીક એરો સિટીઝ સ્થાપીને રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરશે. તેમાં ભવ્ય લક્ઝરી હોટેલો, ક્ધવેન્શન સેન્ટર, રિટેલ, એન્ટરટેનમેન્ટ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ, કોમર્શિયલ ઓફિસ સહિતની સગવડો હશે. અદાણી એરપોર્ટ્સ દ્વારા કુલ 500 એકર જમીન પર 700 લાખ ચોરસ ફૂટ જગ્યાને ડેવલપ કરવામાં આવશે. આ માટે અદાણી ગ્રૂપે મેરિયોટ ઇન્ટરનેશનલ, ઇન્ટર કોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ અને હિલ્ટન જેવી કંપનીઓ સાથે વાતચીત કરી છે. જેના હેઠળ અહીં પ્રીમિયમ હોટેલ્સ શરૂ કરવામાં આવશે.અદાણી ગ્રૂપ પાસે હાલમાં મુંબઈ, જયપુર, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, ગુવાહાટી અને થિરુવનંતપુરમના એરપોર્ટનું સંચાલન છે. કંપનીએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે તે એરપોર્ટની અંદર અને બહારના ગ્રાહકો માટે એક લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન સ્થાપવા માંગે છે.

ભારતમાં ટોચના 10 રૂટમાંથી અદાણી એરપોર્ટ પાસે 50 ટકા હિસ્સો છે. ભારતમાં કુલ એર ટ્રાફિકમાંથી રા3 ટકાને અદાણી એરપોર્ટ દ્વારા હેન્ડલ કરાય છે. આ ઉપરાંત એર કાર્ગોમાં પણ અદાણી એરપોર્ટનો હિસ્સો 30 ટકા છે. આ એરપોર્ટ્સ પર દર વર્ષે રા0 કરોડ પેસેન્જર આવ-જા કરે છે. આ અંગે અદાણી ગ્રૂપને મોકલવામાં આવેલા ઈમેઈલનો જવાબ મળ્યો ન હતો જ્યારે મેરિયોટ ઇન્ટરનેશનલે હાલના સમયે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.ચાલુ વર્ષે મે મહિનામાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.એ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને બર્કલેઝ બેન્ક પાસેથી રા50 મિલિયન ડોલરની સિનિયર સિક્યોર્ડ લોન મેળવી છે. આ ઉપરાંત તે વધુ રા00 મિલિયન ડોલર એકત્ર કરી શકે છે.

અદાણી હવે ઇઝરાયલના હાઈફા પોર્ટનું સંચાલન કરશે, ટેન્ડર જીત્યું

અદાણી પોર્ટે ઈઝરાયેલના સૌથી મોટા બંદરોમાંના એક હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતી લીધું છે.  હાઇફા એ ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત એક મુખ્ય વેપાર કેન્દ્ર છે.અદાણી પોર્ટે હાઈફા પોર્ટના ખાનગીકરણના ટેન્ડર માટે 1.18 બિલિયન ડોલરની બિડ કરી હતી, અદાણી પોર્ટે તેની ઈઝરાયેલ પાર્ટનર કંપની ગેડોટ સાથે મળીને આ બિડ કરી હતી.  આ ભાગીદારીમાં અદાણી પોર્ટ 70 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ગેડોટ 30 ટકા હિસ્સો ધરાવે છે.  ગેડોટ પાસે ઇઝરાયેલની કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની છે.ટેન્ડર જીતવા પર, અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું કે તેઓ ઈઝરાયેલમાં તેમના ભાગીદાર ગેડોટ સાથે હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતીને ખુશ છે.  તે બંને દેશો માટે વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હાઇફા પોર્ટના ચેરમેન એશેલ આર્મોનીએ જણાવ્યું હતું કે નવું જૂથ રા054 સુધી પોર્ટનું સંચાલન કરશે.  “એક જટિલ પ્રક્રિયા પછી, અમે હાઇફા પોર્ટના ભાવિ અને આવનારા વર્ષોમાં તેની સ્પર્ધા કરવાની ક્ષમતાને સુનિશ્ચિત કરવામાં સક્ષમ છીએ,” આર્મોનીએ જણાવ્યું હતું.

એરો સિટીઝમાં શું-શું હશે ?

  • ભવ્ય લક્ઝરી હોટેલો
  • કન્વેન્શન સેન્ટર
  • રિટેલ શોપ
  • એન્ટરટેનમેન્ટ સેન્ટરો
  • હેલ્થકેર સેન્ટરો
  •  લોજિસ્ટિક્સ સેન્ટરો
  •  કોમર્શિયલ ઓફિસો

ક્યાં એરપોર્ટ નજીક ભવ્ય એરો સિટીઝ બનશે ?

  • મુંબઈ
  •  જયપુર
  • અમદાવાદ
  •  લખનઉ
  •  મેંગલુરૂ
  •  ગુવાહાટી
  •  થિરુવનંતપુરમ

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.