Abtak Media Google News

બાળકનાં ગળામાં ફસાયેલ સીસોટીને દૂરબીન વડે ગણતરીની  મીનીટોમાં કાઢી આપ્યું નવજીવન

રાજોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠકકરે ઈન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પામ્યું છે. ઈએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકરે એક બાળકના ગળામાં  ફસાયેલ સીસોટીને ગણત્રીનાં મીનીટોમાં કાઢી આપી બાળકને નવજીવન બક્ષ્યું હતુ.

રાજકોટ ના જાણીતા ઇ એન ટી સર્જન ડો હિમાંશુ ઠક્કર નું નામ વિશ્વ કક્ષા એ પ્રસિદ્ધ થયું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં રેકોર્ડ સ્થાપી ડો હિમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો ડો ઠક્કરે મેડિકલ ફિલ્ડ નો એક અનોખો કિસ્સો ઓપરેટ કર્યો કે જેમાં સુત્રાપાડા તાલુકા જિલ્લો ગીર સોમનાથ ના મતાના ગામ નો એક બાળક વિસ્મય નકુમ કે જેની ઉંમર માત્ર 3 વર્ષ હતી ત્યારે તેના સગા ના જણાવ્યા મુજબ તે પ્લાસ્ટિક ની સીસોટી ગળી ગયો હતો અને  વારંવાર કફ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અનેક દવાઓ કરાવ્યા બાદ પણ સતત 7 વર્ષ સુધી આજ તકલીફ બાળક સહન કરતો રહ્યો અને જ્યારે તે 10 વર્ષ નો થયો ત્યારે રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો હિમાંશુ ઠક્કર પાસે તપાસ કરાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે વિસ્મય ની શ્વાસનળી માં જમણી બાજુ છેક ઊંડે પ્લાસ્ટિક ની સીસોટી ફસાયેલ હતી જે ડો હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે ગણત્રી ની મિનિટો કોઈ પણ જાત ના કમ્પ્લિકેશન વગર કાઢી આપી બાળક ને નવજીવન આપ્યું હતું.

Img 20220715 Wa0081

તબીબી જગત માં પણ આ  અનોખો કિસ્સો કહી શકાય કેમકે કોઈ વસ્તુ આટલા લાંબા સમયથી 7 વર્ષ જેવા લાંબા સમયથી શ્વાસનળી માં ફસાયેલ હોય એટલે તે શ્વાસનળી ની દીવાલ સાથે ચોંટી જાય અને કાઢતી વખતે જીવ નું જોખમ રહેલ હોય પણ આવી વિકટ પરિસ્થિતિ મા પણ આવા અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા માં માહિર એવા ડો ઠક્કરે સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી બાળક ને નવજીવન આપ્યું હતું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં રેકોર્ડ સ્થાપી નવો કીર્તિમાન રચ્યો હતો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની સ્થાપના 2006 માં થયેલ અને ત્યાર થી અલગ અલગ ફિલ્ડ માં કંઇક વિશેષ યોગદાન અને અનોખી સિદ્ધિ હાંસલ કરનાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળે છે જે ખુબજ ગૌરવ અને સન્માન ની બાબત ગણાય ડો હિમાંશુ ઠક્કરે હાસલ કરેલી સિદ્ધિ બદલ તેમને ચોતરફ થીશુભેચ્છા મળી રહી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.