Abtak Media Google News

 

Advertisement

અબતક, નવી દિલ્હી

દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપે એક નવી સબસિડરી એટલે કે પેટાકંપનીની રચનાની જાહેરાત કરી છે. હવે એનર્જી ક્ષેત્રે પણ ડંકો વગાડવા અદાણીએ યોજના ઘડી કાઢી અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નામની કંપની ઊભી કરી રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપવાનું એલાન કર્યુ છે.

અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સમાવી છે. જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, વિશેષ રાસાયણિક એકમો, હાઇડ્રોજન અને સંલગ્ન રાસાયણિક એકમો ઉભા કરશે. નોંધનીય છે કે અદાણી ગ્રુપ દેશનું ટોચનું એક બિઝને  સંગઠન છે. જુદી જુદી સેક્ટરમાં અનેક ગ્રુપ કંપનીઓ કાર્યરત છે. તેમાં લગભગ છ લિસ્ટેડ એકમો છે. ત્યારે હવે ઉર્જા ક્ષેત્રે પણ હરણફાળ ભરવા કવાયત હાથ ધરી છે.

અદાણી ગ્રુપની વધુ એક સબ્સિડરી કંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લીમીટેડના ગઠનની જાહેરાત: પેટ્રોકેમીકલ્સ કોમ્પલેક્ષ અને હાઈફોજન પ્લાન્ટ ઉભા કરવાની યોજના

અદાણી ગ્રુપે તાજેતરમાં જ GVK ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન પણ સંભાળ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. 74 ટકામાં 50.5 ટકા હિસ્સો જીવીકે ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે. બાકીનો 23.5 ટકા હિસ્સો લઘુમતી ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા  અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી પણ હસ્તગત થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.