Abtak Media Google News
  • 2032 સુધીમાં તેના સંપૂર્ણ સ્કોપ 1 અને ર જીએચજીનું 72.7% ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ 
  • વર્ષ 2031 સુધીમાં સંપૂર્ણ સ્કોપ 3 જીએચજીનુુંં ઉત્સર્જન 27.5% ઘટાડવા માટે પણ સંકલ્પબધ્ધ 
  • ગ્લોબલ વોર્મિંગને માપી શકાય તેવા પગલાઓ દ્વારા
  • પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5 સી ઉપર રાખવા માટે વચનબદ્ધ:  વર્ષ 26-27 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 60% સુધી વધારાશે

વૈવિધ્યસભર અદાણી ગ્રુપના એક અંગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની  અદાણી ટ્રાન્સમિશન લિ.(એટીએલ)એ વાતાવરણમાં કાર્બનનું પ્રદુષણ ધટાડવાની દીશામાં હાથ ધરેલા નક્કર પ્રયાસોના ભાગરુપે તેની ગ્રીન હાઉસ ગેસ (જીએચજી)ના ઉત્સર્જન ઘટાડવાની યોજનાઓ અને નિર્ધારીત લક્ષ્યાંકો ગલોબલ વોર્મિંગને આવરી લેતી પહેલ કરનાર વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ (એસબીટીઆઈ) ને સુપ્રત કર્યા છે. કંપનીએ ગ્લોબલ વોર્મિંગને આવરી લેવામાં યોગદાન આપવાની પોતાની પ્રતિબદ્ધતાથી એક વર્ષમાં એસબીટીઆઈને જીએચજી ઉત્સર્જન ઘટાડવા માટે તેની વિગતવાર યોજના અને લક્ષ્યાંકો સુપ્રત કર્યા છે. ટકાઉ વૃદ્ધિ અને તેની નેટ ઝીરો તરફની સફર પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે  અદાણી ટ્રાન્સમિશન લિ.એ ઓક્ટોબર 2021માં એસબીટીઆઈ સમક્ષ તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એટીએલ અત્યંત જરૂરી ક્લાયમેટના પગલાં સાથે તાલમેલ સાધી કાર્ય કરશે અને ગ્લોબલ વોર્મિંગને 1.5સી સુધી મર્યાદિત રાખવાની વ્યૂહરચના ઘડી કાઢશે.

Advertisement

એસબીટીઆઈ સમક્ષ જાહેર કરેલી પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અદાણી ટ્રાન્સમિશન લિ. એ ચોક્કસ વ્યૂહરચના બહાર પાડી છે. દેશમાં આ પ્રકારની તેની પ્રથમ પહેલમાં એટીએલની પેટા કંપની અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ(એઈએમએલ) એ ગ્રીન ટેરિફ પ્રસ્તુત કર્યા છે, જે એઈએમએલના ગ્રાહકોને ગ્રીન એનર્જી પસંદ કરવા અને દર મહિને ગ્રીન પાવર સર્ટિફિકેટ મેળવવા સક્ષમ બનાવે છે. જેઓ તેમની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ઈચ્છે  એવા ગ્રાહકોમાં આ પહેલ લોકપ્રિય છે

અદાણી ટ્રાન્સમિશનના મખ્ય કારોબારી અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર   અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “ભારતના ક્લાયમેટ સંબંધી કેન્દ્રિત તમામ પહેલોને ગંભીરતાથી લઈએ છીએ અનેે પ્રતિબદ્ધતામાં અમે નિર્ણાયક પગલાઓ મારફત યોગદાન આપીએ છીએ.”એસબીટીઆઈ માટે લક્ષ્યાંકો સુપ્રત કરવામાં વ્યવસાય કરવા માટેની ટકાઉ રીતો ઘડવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પડે છે. તે વ્યક્તિગત અને સામૂહિક પગલાં દ્વારા ક્લાયમેટનું જોખમ ઘટાડવાના ભારતના પ્રયાસોને પણ મજબૂત બનાવે છે.સબ-સ્ટેશનો ખાતે ઊર્જા કાર્યક્ષમતા પહેલ, સૌર ઉર્જા સાથે જોડતી વખતે સહાયક શક્તિ માટે સબસ્ટેશનોને ગ્રીડમાંથી ડી-લિંકિંગ અને નુકસાન ઘટાડવાના હેતુથી કાર્યક્ષમ ટ્રાન્સમિશન લાઇનને દાખલ કરવા જેવી અનેક નાની પ્રક્રિયાઓના કલ્મિનેશન સાથે જોડવાના આ સંયુક્ત વ્યાપક પગલાઓ ગ્રીન ટેરિફ તરીકે પ્રવેશવાથી એઈએમએલને સકારાત્મક ક્લાયમેટ એક્શન હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન

આપશે.”

પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ માટે ભારતની પ્રતિબદ્ધતાઓના સંદર્ભમાં એસબીટીઆઈ માટે હાથ મિલાવવા એ એક મહત્વપૂર્ણ પગલું છે. અદાણી ટ્રાન્સમિશન લિ.2021માં ગ્લાસગોમાં યોજાયેલ સીઓપી26 ખાતે યુએન એનર્જી કોમ્પેક્ટના એક હસ્તાક્ષરકાર બની હતી. એસબીટીઆઈ મારફત કંપનીઓ વિજ્ઞાન આધારિત ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો નક્કી કરી રહી છે તેમની સમગ્ર મૂલ્ય સાંકળ ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં 1.5સી સ્તર ઉપર રાખવા સાથે સુસંગત છે. એસબીટીઆઈ  પ્રતિબદ્ધ કંપનીઓને પોતાના લક્ષ્યાંકો સુપ્રત કરવા માટે 24 મહિના મળે છે. કંપની ઑક્ટોબર 2021 માં  એસબીટીઆઈ માટે પ્રતિબદ્ધ થયા બાદ એક વર્ષમાં જ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો રજૂ કરનાર કેટલીક કંપનીઓ પૈકીની એક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.