Abtak Media Google News

મુંબઇ- સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ કલાકારોના કંઠે રિધમ ઓફ ઇન્ડિયા ઓર્કેસ્ટ્રાના તાલે ઝુમશે યુવાધન

રાજકોટમાં દશ વર્ષથી વેલકમ નવરાત્રીનું અદભુત અને અદકેરુ આયોજન ધુમ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ અમદાવાદ ફિલ્મ સીટી વીલા પ્રાયોજિત અને આજકાલ અખબારના સહયોગથી ધુમ ગ્રુપ દ્વારા તા.ર3 ના રોજ લોડર્સ જેવા વિરાણી સ્કુલના વીશાળ ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રી (વન-ડે) નું પારિવારિક દાંડીયા વિથ ડીનરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે પણ રાજકોટ વાસીઓએ ગરબાના ટેડિશનલ ડ્રેસમાં રાસની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે. ત્યારે ગરબાના આયોજકો દ્વારા નવ દિવસના ગરબા પૂર્વે વેલકમ નવરાત્રીનું વન-ડેનું જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે.

‘અબતક’ શુભેચ્છા મુલાકાતે આવેલા અતુલ જોષી છેલ્લા એક દાયકાથી ધુમ ગ્રુપ વેલકમ નવરાત્રીના ઉપલક્ષમાં ફેમીલી ગરબાનું વન-ડે આયોજન અતુલભાઇ જોશી અને ફોટોગ્રાફર રાજુભાઇ વાડોલીયાની રાહબરીમાં આ વર્ષે પણ વિશાળ વિરાણી સ્કુલના ગ્રાઉન્ડમાં તા.ર3 ને શુક્રવારના કરવામાં આવ્યું છે. શુક્રવારની સાંજ ઢળતા જ વિરાણી ગ્રાઉન્ડમાં જેબીએલ વર્ટિકસની હાઇવોટ સાઉન્ડ સિસ્ટમ અને મુંબઇ સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સિંગર્સ સોમાલી રોય, અમી ગોસાઇ, દિપક રાજના સુમધુમ કંઠની સાથે રિધમ ઓફ ઇન્ડીયા ઓકેસ્ટ્રાના સંગાથે ભવ્ય રાસોત્સવ જામશે.

વેલકમ નવરાત્રીના ધમાકેદાર આયોજનના પાસ માટે ઇવેન્ટના કો.ઓર્ડીનેટર યશ જોશી (ક્રિએટિવ હેડ) મો.નં. 91060 23263 અને કરન વાડોલીયા (કે.વી. ફોટોગ્રાફી વિડીયો) નો સંપર્ક  સાધવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.