Abtak Media Google News
  • 2 એડીજીપી, 1 આઈજી, 12 એસપી, 16 ડીવાયએસપીની પણ ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022 માટે પસંદગી

રાજ્ય પોલીસબેડાના 110 અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ તેમજ લોકઉપયોગી કાર્યો કરવા બદલ ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022 એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના 17 જેટલાં પોલીસ અધિકારી-કર્મચારીઓની પણ પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત

પોલીસ વિભાગની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022 માટે 110 અધિકારી તેમજ કર્મટારીઓની ડીજીપી ડિસ્ક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે વિધિવત સમારોહ તા. 7 માર્ચ 2024ના રોજ બપોરે 3 વાગ્યાથી ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના નવા વિદ્યાભવન ઓડિટોરીમય ખાતે રાખવામાં આવ્યો છે. જેથી પદક માટે પસંદ થયેલા અધિકારી અને કર્મચારીને સમારોહમાં હાજર રહેવા જાણ કરવામાં આવી છે.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022 એવોર્ડમાં ગોલ્ડ ડિસ્ક માટે કુલ ત્રણ જેટલાં અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અગાઉ રાજકોટ ખાતે જોઈન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ એડીજીપી તરીકે કાર્યરત ખુરશીદ અહેમદની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ગોલ્ડ ડિસ્ક માટે આઈજી નિપુણા તોરવણે અને એસપી ગૌરવ જસાણીની પસંદગી કરવામાં આવી છે.

ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022માં સિલ્વર ડિસ્ક માટે એડીજીપી ડો. એસ.પી. રાજકુમાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, સીઆઈડી ક્રાઇમ એસપી સંજય ખરાત અને ધર્મેન્દ્ર શર્મા, અજિત રાયજાણ, અગાઉ જૂનાગઢ એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગાંધીનગર ખાતે કાર્યરત રવિતેજા વાસમ શેટ્ટી, જામનગર એસપી પ્રેમસુખ ડેલું, રાજદીપસિંહ ઝાલા, ચિંતન તેરૈયા, યુવરાજસિંહ જેમુભા જાડેજા, નીતા દેસાઈ અને ડો. કાનન દેસાઈ સહીત 11 એસપી કક્ષાના અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

ઉપરાંત દ્વારકા ખાતે ફરજ બજાવતા સમીર સારડા, રાજકોટ ઘંટેશ્વર અનામત પોલીસ દળના અરજણ બારડ સહીતના 16 ડીવાયએસપીની પસંદગી કરવામાં આવી છે. જયારે અગાઉ રાજકોટ શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવી ચૂકેલા પીઆઈ કે કે જાડેજા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ જે વી ધોળા સહીત 24 પીઆઈ, એક ઇન્ટેલીજન્સ ઓફિસર, 16 પીએસઆઈ, 13 એએસઆઈ, 8 હેડ કોન્સ્ટેબલ અને 17 પોલીસ કોન્સ્ટેબલોને આવતીકાલે એવોર્ડ એનાયત થનાર છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની પણ પસંદગી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની પણ ડીજીપેઉં કમેન્ડેશન ડીસ્ક-2022 એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ડો. પાર્થરાજસિંહ ગોહિલના કાર્યકાળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ફરજી ચલણી નોટ કૌભાંડ, સટ્ટાકાંડ, ધાડ પાડુ ગેંગની ધરપકડ સહિતના અનેક મહત્વપૂર્ણ ગુન્હા ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાન સહિતના નેતાઓના પ્રવાસ દરમિયાન સુમેળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં પણ ડો. પાર્થરાજસિંહ ગોહિલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.

રાષ્ટ્ર્રપતિ એવોર્ડ પછી બીજા ક્રમાંકનું સન્માન એટલે ડીજીપી કમેન્ડેશન ડીસ્ક એવોર્ડ : ક્યાં માપદંડોના આધારે થાય છે પસંદગી?

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ બાદ ડીજીપી કમેન્ડેશન ડીસ્ક એવોર્ડને બીજા ક્રમાંકનો એવોર્ડ ગણવામાં આવે છે. જે મેળવવા માટે પોલીસ તરીકેનું તમામ પ્રદર્શનનું એસેસમેન્ટ કરવામાં આવે છે. જેમાં ડિટેક્શન, ટેક્નોલોજી અપગ્રેડેશન, પ્રજાના મિત્ર તરીકે ભજવેલી ભૂમિકા સહિતના માપદંડને ધ્યાને લેવામાં આવે છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ જે વી ધોળા સહીત 24 પીઆઈ, 16 પીએસઆઈ, 13 એએસઆઈ અને 25 કોન્સ્ટેબલોની એવોર્ડ માટે પસંદગી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ જે વી ધોળા અને અગાઉ રાજકોટ શહેર-જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પીઆઈ કે કે જાડેજા સહીત કુલ 24 પીઆઈની ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-2022 માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત 16 પીએસઆઈ, 13 એએસઆઈ અને 25 કોન્સ્ટેબલોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.