Abtak Media Google News

દ્વારકા જિલ્લાના તમામ મહત્વના સ્થળો જેવા કે પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ખાનગી ફાઇનાન્સરો, શ્રોફ, આંગળીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલો ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટો તથા શોપીંગ મોલ, થિયેટર વગેરે સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન વાળા તેમજ ૧૫ દિવસની રેકોર્ડીંગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવાના રહેશે.

આ અંગે દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પટેલ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.જાહેરનામાં અન્વયે આ કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઇએ. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો વ્યવસાય શરૂ કરવાનો રહેશે.

તમામ જગ્યા આવરી લે એવા વધુ રેન્જના ગુણવત્તા વાળા સી.સી. કેમેરા ગોઠવવાના રહેશે. તેમજ ૨૪ કલાક કેમેરા ચાલુ રાખવાના રહેશે. ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસનો સાચવવાનો રહેશે. પોલીસ અધિકારી તપાસ હેતુ માટે રેકોર્ડીંગની માંગણી કરે તો તે સોંપવાના રહેશે. આ જાહેરનામું તા.૧૦ એપ્રીલ ૨૦૧૯ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.