Abtak Media Google News

હાઈસ્કુલ,એસ.ટી. વગેર જેવી સુવિધાઓ ઉપરાંત વિકાસ માટે થોડી-ઘણીતો ગ્રાન્ટ ફાળવા

સુરેન્દ્રનગર જીલ્લાના સાસંદ મહેન્દ્ર મુંજપુરએ લીધેલ દંતક ગામ આદર્શ ગામ સાયલા તાલુકાના થોરીયાળી ગામે સાંસદે ગામ દંતક લીધા બાદ એકપણ ગ્રાન્ટ આપી ન હોઇ અને ગામમાં કોઈ વિકાસના કામો ન થયા હોવાની હકીકત સામે આવી સાયલા તાલુકાના થોરીયાળી ગામની વસ્તી અંદાજીત ૨૫૦૦ જેટલી છે આ ગામમાં મુખ્યત્વે રબારી, કારડીયા રાજપુત, ઠાકોરની મોટી સંખ્યામાં છે.

Advertisement

આ થોરીયાળી ગામ સાયલા તાલુકા મથકથી અંદાજે આઠ કીલો મીટર દુર આવેલ છે પરંતુ જો વાત કરવામાં આવે તો થોરીયાળી ગામમાં સાંસદે આદર્શ ગામ તરીકે જાહેર કર્યા બાદ એક પણ વખત એકપણ ગ્રાન્ટ થોરીયાળી ગામને  ફાળવેલ ન હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.ગામમાં રસ્તોઆ પર અમુક જગ્યાઓએ બોલ્કો નાખવામાં આવ્યા છે પરંતુ તે કામ ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટ માથી આ કામો થયા હોવાનું સરપંચના પતિ દ્રારા જણાવાયુ હતુ તેમજ ગામમાં હાલ ભુગ્રભ ગટરો નાખવાનું કામ ચાલુ છે તે પણ જીલ્લા પંચાયત અને ખાણ ખનીજ તંત્રના સૌજન્યથી કામો થયા છે.

થોરીયાળી ગામને આદર્શ ગામ જાહેર કર્યા બાદ સાસંદે ગામમાં મુલાકાત તો ત્રણ થી ચાર વખત લીધેલ છે ગ્રામજનોએ અનેક કામોની માગણીઓ કરેલ છે પરંતુ એકપણ કામ સાંસદની ગ્રાન્ટ માથી થયા ન હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો.વાત જો શિક્ષણ ની કરવામાં આવે તો ગામમાં ધોરણ આઠ સુધી પ્રાથમિક શાળા છે પરંતુ હાઇસ્કૂલ ન હોઇ ગામલોકોએ હાઇસ્કૂલ બનાવી આપવા પણ માગણી કરેલ છે આજુબાજુના ત્રણથી ચાર ગામમાં હાઇસ્કૂલ ન હોઇ જો થોરીયાળીમાં હાઇસ્કૂલ બનાવવામાં આવે તો જે દીકરીઓને ધોરણ આઠ બાદ શિક્ષણ છોડવાનો વારો આવે છે તે ન આવે અને ગામ માજ હાઇસ્કૂલ સુધી અભ્યાસ કરી શકે..

તેમજ સાસંદે લીધેલ આદર્શ ગામમાં એસ.ટી.બસ આવતી જ નથી ગામથી બે  કીમી દુર હાઇવે પરથી પસાર થાય છે લોકોની માંગ છે કે એસ.ટી. બસની સુવિધા પણ આ ગામને મળવી જોઇએ…. વાત જો રોડ રસ્તાઓની કરવામાં આવે તો ગામમાં રોડ રસ્તાઓ હાલ બિસ્માર હાલતમાં છે.ઉભરાતી ગટરો ઠેરઠેર ઉકરડા સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડે છે તેમજ આ ગામમાં પીવાના પાણીની પણ તકલીફ હોઇ પીવાનું પાણી લોકોને પુરતા પ્રમાણમાં મળતુ નથી. સાંસદે ગામ તો દંતક લીધુ પરંતુ બે વર્ષ ઉપરના સંમય ગાળા દરમિયાન પોતાની ગ્રાન્ટ એકપણ વખત વાપરી ન હોઇ ગામ હજી વિકાસ ઝંખે રહ્યુ છે. હવે થોરીયાળી ગામને સાંસદ ક્યારે આદર્શ ગામ બનાવે છે તે જોવુ રહ્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.