Abtak Media Google News

૧૩મી સપ્ટેમ્બરે એક ધમાકેદાર ગુજરાતી ફિલ્મ રીલીઝ થઇ રહી છે જેનું નામ છે ‘હંગામા હાઉસ’એક હાસ્થી સભર પારિવારિક ફિલ્મ છે. જેમાં જીત કુમાર, ચેતન દૈયા, હેમંત ઝા, જીજ્ઞેશ મોદી, હરિશ ડાગીયા, ચીની રાવલ, કૃષ્ણ દવે સહીતના દમદાર કલાકારોનો કાફલો છે. હંગામા હાઉસ ફિલ્મના નિર્માતા સવ્યા ભાટી છે. તથા ડીરેકટર હનીફ છિપા છે. ફિલ્મના ડાયલોગ્સ ઇર્શાદ દલાલે લખ્યા છે.

ગુજરાતી ફિલ્મોનો જે નવો દોર ચાલુ થયો છે તેમાં હંગામા હાઉસ ફિલ્મ આગળની કડી છે. િેફલ્મના ગીતો ફાલ્ગુની પાઠક અને ઓસમાણ મીર જેવા ગુજરાતના દિગ્ગજ ગાયકોના કંઠે ગવાયા છે. તથા બોલીવુડના જાણીતા ગાયક નકસ અઝેઝી પણ પોતાનો કંઠ આ ફિલ્મમાં આપ્યો છે.  જીતસિંહ એ માધવકિશન કોરિયોગ્રાફર છે. જયારે સોન્ગ લિરિકસ ઇકબાલ કુરેશીના છે અને કોરચ્યુમ ડિઝાઇનર અને સ્ટાઇલીસ સાવીયા ભટ્ટી છે. સંબંધ સાચવવા બોલાતું એક સામાન્ય જુઠ કયારે મોટું સ્વરુપ ધારણ કરી લે અને તેના કારણે જે સિચ્યુએશનલ કોમેડી  સર્જાય તે આ ફિલ્મમાં બખૂબી રીતે દર્શાવવામાં આવી છે. દરેક પરિવારમાં : સબંધો કયારેકે ને કયારેક  હંગામા સર્જાતો હોય છે! આપણું હાઉસ પણ કયારેય હંગામા હાઉસ બની જતું હોય છે. તે ખાટી મીઠી ક્ષણોને મોટા પડદે જોવા માટે તૈયાર થઇ જાવ ઉલ્લેખનીય છે આ અર્બન ગુજરાતી મુવી સાથે અબતક મિડીયા જોડાયેલું છે. આખું પરિવાર સાથે હળીમળીને જોઇ શકે એવી સ્વચ્છ અને કોમેડીથી ભરપુર ફિલ્મ ૧૩ સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.