Abtak Media Google News

ન ઉપવાસ આંદોલનના ચોથા દિવસે મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા

ધોરાજી માં ગંદકી, સફાઈ અને રોગચાળા સામે તંત્રને જગાડવા માટે પ્રાંત કચેરી બહાર ચાલી રહેલ ઉપવાસ આંદોલન ના ચોથા દિવસે ધોરાજી વકીલ મંડળ દ્વારા ઉપવાસીઓ ને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

આરોગ્ય પ્રશ્ને લડત આપી રહેલ ઉપવાસી માજી સૈનિક ગંભીરસિંહ વાળા અને વિઠ્ઠલભાઈ હિરપરાના સમર્થન માં આવેલ ધોરાજી બાર એસોસિએશન ના પ્રમુખ વી. વી. વઘાસિયા અને એડવોકેટ સી. એસ. પટેલ દ્વારા શહેરમાં વ્યાપેલો રોગચાળો નિવારવા તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા નથી. આ સાર્વજનિક સમસ્યામાં ઉકેલવા તમામ શહેરીજનો આંદોલનને ટેકો આપે તે જરૂરી છે.

એડવોકેટ સી. એસ. પટેલ એ રોષ ભેર જણાવેલ કે ધોરાજી ના સ્થાનિક સત્તાધારી, વિરોધપક્ષ, ધારાસભ્ય કે સાંસદ ના પેટનું પાણી હલતું નથી. મત માંગતી વખતે હાથ જોડી ઉભા રહેતા ચૂંટાયા બાદ પ્રજાની મુશ્કેલીના સમયે મોઢું ફેરવી નાખે છે. શહેરના હિત માટે ૭૦ વર્ષના વયોવૃદ્ધ માજી સૈનિક એ ઉપવાસ પર ઉતરવું પડે તે નેતાઓ માટે શરમજનક ગણાય.. આગામી દિવસોમાં જરૂર પડ્યે ઉપવાસ પર ઉતરવા અમારી તૈયારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.