Abtak Media Google News

માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવલા નોરતા ત્યારે યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. હાલ અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામતી હોય છે જેની સાથે પ્રાચીન ગરબીઓનું પણ મહત્વ ઘટયું નથી ત્યારે શહેરની ભાગોળથી અતિપ્રાચીન ગરબીઓ હજુ જીવંત છે.5D3 7739 આઝાદી પહેલા સ્થપાયેલી ગરૂડની ગરબી સદી પછી પણ જીવંત છે. રાજકોટના રાજવી લાખાજીરાજબાપુના હસ્તે ૧૯૧૯માં ગરૂડની ગરબી શરૂ કરાઈ હતી જેનું મહત્વ લાકડાના ગરૂડમાં દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી દીકરીઓ બેસાડી સ્ટેજ પર આવે છે જેથી આ બાળાઓને આજીવન કોઈ ગંભીર બિમારી થતી નથી.Garud 1તેને માતાજીનું સત માનવામાં આવે છે. કરણપરા ચોક ગરબી મંડળ ૩૭ વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. જેમાં ૩૫ બાળાઓ છે. મુખ્યત્વે મોગલમાંનો મેળો, બેડા રાસ, રામરોટી, સાથીયો, ટીપણી રાસ પ્રખ્યાત છે. કિશાનપરા ચોક ખાતે ચિત્રકુટ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૧ વર્ષથી પ્રાચીન ગરબી યોજાય છે. જેમાં ૬૦ બાળાઓ ભાગ લે છે. ઘર ઘરથી લોકો આ ગરબી નિહાળવા આવે છે.

ગરૂડની ગરબી1 97કરણપરા ચોકની પ્રાચીન ગરબી2 71ચિત્રકુટ ગરબી મંડળ (કિશાનપરા ચોક)3 58

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.