Abtak Media Google News
વર્કિંગ કમિટીના 23માંથી 12 સભ્યોની ચૂંટણી થશે: કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની જાહેરાત

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી નજીક આવી રહી છે તે વચ્ચે, કોંગ્રેસે ગુરુવારે જાહેરાત કરી કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ માટે પણ ચૂંટણી યોજાશે. કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના 23 સભ્યોમાંથી 12 ચૂંટાયા છે, જ્યારે બાકીના 11 નામાંકિત છે. આ 12 સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવનાર છે.

કોંગ્રેસની કાર્યકારી સમિતિની ચૂંટણી છેલ્લે 1997માં એઆઈસીસીના કલકત્તા સત્રમાં યોજાઈ હતી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પીસીસી સ્તરે પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે “પ્રદેશ રિટર્નિંગ ઓફિસર્સ” ટૂંક સમયમાં રાજ્યોમાં બેઠકો યોજશે.  તેઓ પીસીસી પ્રતિનિધિઓમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે.

મિસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે એઆઇસીસી પ્રમુખની ચૂંટણી નિર્ધારિત પ્રમાણે યોજાશે અને 24-30 સપ્ટેમ્બર વચ્ચે નામાંકન દાખલ કરવામાં આવશે.

પ્રમુખ પદની ચૂંટણીમાં સંપૂર્ણ પારદર્શકતા રહેશે: મધુસુદન મિસ્ત્રી

કોંગ્રેસ માટે આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી પ્રમુખ કોણ?  પાર્ટીમાં લાંબા સમય બાદ એવું લાગી રહ્યું છે કે પ્રમુખ પદની જવાબદારી ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈને આપવામાં આવી શકે છે.  આ માટે પાર્ટીની અંદર નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ તેના પર સતત સવાલો ઉઠી રહ્યા છે.  આવી સ્થિતિમાં, ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ જવાબદારી લઈ રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ ગુરુવારે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનો ખુલાસો કર્યો અને કહ્યું કે તેના સંપૂર્ણ પારદર્શકતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.