Abtak Media Google News

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દેખાયા અલગ અંદાજમાં

અબતક, રાજકોટ: સુરતમાં આજે 40 નવી નકોર એસટી બસોમાં લોકાર્પણ કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નવા અંદાજમાં દેખાયા હતા ને તેમણે એસટી બસની મુસાફરી કરી હતી રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરીને લોકોને એસટી બસની મહેતા અને તેના ઉપયોગનો મેસેજ આપ્યો હતો ખુશખુશાલ બોડી લેંગ્વેજ અને હળવા મૂડમાં હર્ષભાઈ સંઘવીએ આમ આદમીની જેમ એસટી બસની સવારી કરી હતી સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, ગાંધીનગર દ્વારા એસટી બસોની મુસાફરી કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

વધુ બસ… સારી બસના સૂત્ર આજરોજ સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી વધુ 40 નવી એસટી બસોનું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ 40 એસટી બસો દરરોજ સુરતથી વિશ્વામિત્રી, પાવાગઢ અને મોઢેરાના રૂટ ઉપર દોડશે. જોકે, 40 નવી એસટી બસોની સુવિધાથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વધુ લાભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના મહાનુભાવોએ એસટી બસની મુસાફરી કરી બસ સેવાને ખુલ્લી મુકી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.