Abtak Media Google News

ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન માટે ત્રણ દિવસ ખુબ જ મહત્વપૂર્ણ છે. ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.એલ. સંતોષ ગુજરાતની મુલાકાતે હતા તેઓએ આરએસએસના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ બેઠક યોજી હતી. દરમિયાન મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાતમાં આવી પહોચ્યા હતા. આજે તેઓ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે. દરમિયાન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદધાટન કરવામાં આવશે.

અમિત શાહ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે: કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું કરાશે ઉદ્ઘાટન

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્ર સરકારના ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે બપોરે અમદાવાદના સાણંદ તાલુકાના ચાંગોદર ગ્રામ પંચાયત આયોજીત વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા ત્યાર બાદ તેઓએ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યૂનિવર્સિટીના 66માં વાર્ષિક પદવી દાન સમારોહમાં હાજરી આપી હતી અને છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

સાંજે 4.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પાલડીમાં ટાગોર હોલ ખાતે યોજનારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના શતાબ્દિ મહોત્સવમાં હાજરી આપશે. આજની ગુજરાતની મુલાકાતના અંતિમ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાંજ 6 કલાકે અમદાવાદમાં કલબ 07 ખાતે યોજનારી અમદાવાદ યુરોલોજી એસોસીએશન દ્વારા આયોજીત છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડરોલોજી કોન્ફરન્સમાં ઉ5સ્થિત રહેશે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં હીરા ઉઘોગ માટે અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)નું ઉદઘાટન કરશે ઉદઘાટન બાદ રપ0 વિદેશી મહેમાન રપ000 થી વધુ મેદનીને સંબોધશે

મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ વિધાનસભાની ચુંટણીમા ભાજપને શાનદાર જીતમાં જેનો સિંહ ફાળો રહ્યો છે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સુરતમાં આવકારવા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ સ્થળે પી.એમ.ના સ્વાગત માટે પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ભાજપના 70 હજારથી વધુ કાર્યકરો સ્વાગતમાં જોડાશે. ધારાસભ્યોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.