Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા ૧૧ સનદી અધિકારીઓની બદલી

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ખાસ ફરજ બજાવતા અમૃૃત પટેલની એક દસકા બાદ બાદબાકી કરવામાં આવી છે. તાજેતરમાં જ તેમને આઇએએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેઓ ગાંધીનગરના એડી. કલેકટરની ફરજ પણ બજાવતા હતા. અમૃત પટેલે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઇ ‚પાણીના શાસનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કામગીરી કરી હતી. તેમણે નાગરિક પુરવઠામાં પણ ખસેડવામાં આવ્યા હતા. અમૃત પટેલ ભાજપની યુવા વિંગના પ્રમુખ ઋત્વીજ પટેલના સસરા છે. ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા ૧૧ સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાત કેડરના અધિકારીઓ સામેલ છે. અધિકારી સોનલ મિશ્રાને જીઆઇપીસીએલમાંથી પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટમાં શેહમીના હુસેનને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીમાંથી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીનો વધારાનો હવાલો સોંપાયો છે. એલ.પી. પાડલીયાને દાહોદ કલેકટર જગ્યાએ જીએડીની સત્તા સોંપાઇ છે. જ્યારે રણજીતકુમારને અન્ન-નાગરીક પુરવઠા વિભાગમાંથી દાહોદના કલેકટરનો હવાલો સોંપાયો છે. જે.કે.ગઢવીને જીએડીમાં મુકાયા છે. ડો.રતનકંવર ગઢવી ચારણને કમિશનર માઇક્રો-સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ તથા સંદીપકુમારને સર્વ શિક્ષા અભિયાનનું સુકાન સોંપાયું છે. જ્યારે જે.ડી. દેસાઇને ડાયરેકટર ઓફ સ્કૂલ અને એમ.એ.ગાંધીને ડાયરેકટર ઓફ લેબર તેમજ ડો.ગૌરવ દહીયાને નેશનલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર બનાવાયા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.