Abtak Media Google News

સમગ્ર રાજયમાંથી દસ હજાર કરતા પર વધુ ક્ષત્રીય આગેવાનોની હાજરી: શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત

ધ્રાંગધ્રા શહેરમાં પાંચેક દિવસ પુવેઁ ક્ષત્રિય આગેવાન ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા બાદ ગુરુવારે બેસણુ હતુ જેમાં કચ્છ,કાઠીયાવાડ,ઝાલાવાડ,સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાંથી દસહજાર કરતા પણ વધુ ક્ષત્રિય આગેવાનો હાજરી આપી હતી જોકે બેસણું પુણઁ થતાં કચ્છ તરફના ક્શત્રિયો પોતાના ઘર તરફ જતા હતા તે સમયે હળવદના હાઈવે પર અમુક ભરવાડના ટોળાએ ક્ષત્રિયોની ગાડીઓ પર હુમલો કયોઁ હતો જેથી પરીસ્થિતી ફરીથી વણસી હતી જેમા કેટલાક શખ્સોએ ફાયરીંગ કયુઁ હતું અને બંન્ને જુથના ટોળાં સામસામે આવી ગયા હતા આ બનાવમાં હળવદના ગોલાસણ ગામના રાણાભાઇ ભાલુભાઇ શિયાળ તથા ધ્રાગધ્રાના સોલડી ગામે રાણાભાઇ કમાભાઇ મેવાડાની હત્યા થઇ હોવાની વિગતો મળી હતી હળવ થયેલા તોફાનથી ધ્રાંગધ્રા શહેરમાં કેટલાક તોફાની ટોળા દ્વારા તોડફોડ અને આગચંપી કરી હતી જેથી સમગ્ર ધ્રાંગધ્રા,હળવા અને સુરેન્દ્રનગરની સ્થિતિ વિસ્ફોટક જેવી બની હતી બાબતની જાણ થતાની સાથેજ પાંચ એસપી તથા ત્રણ ડીઆઇજી કક્શાન અધિકારીઓને ધ્રાંગધ્રા હળવદ સહિતના સંવેદનશીલ તાલુકામાં ઉતારાયા હતા સાથોસાથ એસઆરપીની હાથ ટુકડીઓ પણ દરેક તાલુકામાં ગોઠવાઇ દેવાઇ આવી હતી સુરેન્દ્રનગર તથા મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ૧૪૪ કર્મ તથા ઇન્ટરનેટની સુવિધા સ્થગીત કરી દેવાઈ હતી જેના લીધે સોસીયલમિડીયામા કોઇ ખોટી અફવાઓ જોર ન પકડે તે હેતુથી કેટલાક જરુરી કાયદાકીય પગલાં લેવાની જરુર પડાઇ હતી. ગુરુવારે મોડી સાંજે બનાવ બન્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્તથી રાત્રે કોઇ અઇચ્છનીય બનાવ ન બન્યો હતો પરંતુ સોરઠી ગામે થયેલ રાણાભાઇ કમાભાઇ મેવાડાની લાશ સરકારી હોસ્પીટલે લઇજવામા પોલીસને પ્રવેશો વળી ગયો હતો. મૃતકની લાશ કલાકો સુધી રાખી છેક મોડી રાત્રે પોલીસ પ્રોટેક્શન સાથે આ લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ લવાઇ પીએમ કરાયું હતુ પીએમ બાદ મૃતકના પરીવારજનો દ્વારા ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને કુલ છ શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં (૧) લાલભા મેરુભા ઝાલા રહે:- ધ્રાંગધ્રા (૨) પ્રદીપસિંહ ઉફેઁ પદુભા ચંદુભા ઝાલા રહે:- જીવા (૩) લકી ઉફેઁ દીવ્યરાજસિંહ ઝાલા રહે:- મોરબી (૪) હરપાલસિંહ ભરતસિંહ પરમાર રહે:- મુળી (૫) લકીનો ભાઈ દિગપાલસિંહ તથા (૬) સેન્ટુભા મેરુભા ઝાલા રહે:-મોરબી વાળા વિરુધ્ધ હત્યાનો ગૃન્હો નોંધી પીએસઆઇ પીસીસીંગરખીયા તપાસ હાથ ધરી હતી એ તરફ મૃતકના પરીવારજનોએ તમામ આરોપીઓને ઝડપાયા બાદ જ લાશ સ્વીકારવાની જીદ ઉપાડી હતી. જેથી ઉચ્ચઅધિકારીઓનો કાફલો પરીવારજનોને સમજાવવા દોડી ગયો હતો બીજી તરફ અસંખ્ય પોલીસ સ્ટાફ ખડાકાઇ દેતા પરીસ્થિતી મહદઅંશે કાબુમાં હોય તેવું માની શકાય છે ત્યારે ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં મુકાયેલ ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલીંગ હાથ ધરી પરીસ્થિતી વણશે નહિ તેની ખાસ કાળજી રાખી હતી. જોકે આ ઘટના બનતાની સાથે ધ્રાંગધ્રા , હળવદની બજારો બંધ જોવા મળી હતી અને હજુ પણ પરીસ્થિતી ખુબજ નાજુક માનવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.