Abtak Media Google News

આગામી સપ્તાહોમાં નવી નાટયાત્મક ઘટનાઓ અને રાજદ્વારી સનસનાટીઓ સર્જાશે: ભારત, પાકિસ્તાનમાં જબરી ઉત્તેજના!

જે દેશ દુષ્ટ શત્રુને સજા કરવામાં વિલંબ કરે છે અને યુધ્ધના ધોરણે કડક પગલાં લેવામાં હિચકિચાટ અનુભવે છે. ત્યાં અસલામતી પ્રસર્યા વિના રહેતી નથી.

Advertisement

ભારતનું શાસન કૌટિલ્યના સિધ્ધાંતો મુજબ ચલાવવામાં આવે તો ભારતની સહિતની તમામ સમસ્યાઓ હલ થઈ જઈ શકે અને ભારતની ‘મહાસત્તા’ બનવાની ખ્વાહિશ મૂર્તિમંત બની શકે!

ચાણકયનો સિધ્ધાંત કહે છે કે, શકિતશાળી રાષ્ટ્રે હંમેશા કમજોર છતાં સતત શત્રુતા આચરતા રાષ્ટ્ર ઉપર આક્રમણ કરવું જોઈએ અને તેને બચાવાત્મક સ્થિતિમાં જ રહેવાની ફરજ પાડવી જોઈએ. જો આ સિધ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો ભારતમાંથી ત્રાસવાદ આતંકવાદની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જાય તેમ છે.

ભારત એક શકિતશાળી રાષ્ટ્ર છે. અને ભારતની પડોશમાં આવેલું પાકિસ્તાન કમજોર રાષ્ટ્ર છે. અને તાકાતવાન રાષ્ટ્ર હોવાનો અભિગમ અપનાવે છે. પાકિસ્તાનની જયારથી રચના થઈ છે. ત્યારથી જ ભારતને પરેશાન કરતુ રહ્યું છે. ઈ.સ. ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું હતુ. તે વખતે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ ચૂસ્ત ‘લોકશાહી’ના ચાહક તરીકે ઉદાર અભિગમ અપનાવ્યો હતો. પરંતુ તે વખતના ગૃહમંત્રીશ્રી વલ્લભભાઈ પટેલે તાત્કાલીક કાશ્મીરમાં ભારતનું લશ્કરા મોકલ્યું હતુ અને પાકિસ્તાને તેની મલિન મુરાદમાં નિષ્ફળ બનાવ્યું હતુ.

તે વખતે અમેરિકા, રશિયા વચ્ચે તીવ્ર રાજદ્વારી સ્પર્ધા હતી. અને તેમણે ‘યુનો’માં ગયેલા ભારતને દુર્વ્યવહાર કરીને આ પ્રશ્ર્નને લટકતો રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો.

નહેરૂની આ નીતિ ખોટી ઠરી હતી, અને કાશ્મીર અત્યારે પણ ભારત માટે અત્યંત કોયડારૂપ રહ્યું છે.

આજે પાકિસ્તાનમાં આતંકી પરિબળોને ભારતમાં ભાંગફોડ સર્જવાના ઈરાદા સાથે તાલીમ આપવામાં આવી રહી છે!

ભારતને જુદી જુદી રીતે હેરાનપરેશાન કરવા અને શકિતશાળી થતા અટકાવવા પાકિસ્તાનના શાસકો અને તેની જાસૂસી સંસ્થા તાલીમબધ્ધ આતંકવાદીઓને જરૂરી શસ્ત્રો સાથે ભારતમાં મોકલે છે. અને ભારતને ત્રાહીમામ પોકરાવે છે.

ભારતની સહિષ્ણુતાની નીતિને પાકિસ્તાની શત્રુ-સરકાર નબળાઈ સમજે છે.

અભ્યાસીઓ એવું માને છે કે રાજનીતિમાં સહિષ્ણુ ચાલે નહી. એ નબળાઈ જ ગણાય!

જો નબળા અને કમજોર શત્રુ ઉપર આક્રમણ જ કરાય તો શત્રુ ક્રમે ક્રમે તાકાતવાન બને છે.

શ્રીમતી ઈંદિરા ગાંધીએ પાકિસ્તાનની ભૂંડી હરકતોને અંકુશમાં લેવા તેના ઉપર લશ્કરી આક્રમણ કરીને અને તેને યુધ્ધમાં અત્યંત બુરી રીતે પરાજીત કરીને તેના બે ટુકડા કરી નાખ્યા હતા એ ચાણકયના સિધ્ધાંતને અનુસર્યા હતા.

ભારતની વર્તમાન સરકાર તેને હિન્દુવાદી ગણાવે છે, પણ મત અને સત્તાની લાલચે ગરજવાનની જેમ મુસ્લીમોની પાકિસ્તાનની સામે હિચકિચાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલે ચીન (પીળી ચામડી) તેમજ મુસલમાન (તૂર્કિ ટોપી)નો કદાપિ ભરોસો નહિ કરવાની સલાહ આપી છે. અને તે સાચી ઠરી છે. તો પણ તેનું અનુસરણ થયું નથી ! આને લીધે આતંકી પરિબળો જોરૂકા અને બેકાબુ બની ગયા છે.

ચાણકયે એવી સલાહ પણ આપી છે કે, પોતાનાથી સબળા રાષ્ટ્ર સામે કદી યુધ્ધે ચઢવું નહિ, પણ યુધ્ધને ટાળીને સબળ બનવાની કોશીશો કરવી જોઈએ.

ચાણકયે તો એટલે સુધી કહ્યું છે કે શત્રુ રાજા સાથે સંધી હોય તો પણ તેની ગતિવિધિઓની સમીક્ષા કરતા રહેવી જોઈએ.

ચીન સંબંધમાં એ વાત બરોબર લક્ષ્યમાં રાખવી જોઈએ કે તે આપણા દેશની સાથે દગાખોરી કરી ચૂકયું છે. અને હજુ અરૂણાચલને પોતાનું ગણાવીને આપણા ઉપર સતત દબાણ કર્યા કરે છે. અને કાશ્મીર સહિત કેટલીક બાબતોમાં તે પાકિસ્તાનની તરફેણ કરે છે.

કાશ્મીરમાં ભારતના ૪૨ સૈનિકોને શહીદ બનાવવાનું દુષ્કૃત્યા આચરનાર પાકિસ્તાની આતંક-કાંડની તેણે હજુ સુધી ટીકા કરી નથી. એ એની માનસીકતા બતાવી આપે છે. અને હારૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશયાત્રા દરમ્યાન સત્તાવાર નિમંત્રણ વિના પાકિસ્તાનના બે વખતના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા ગયા હતા ત્યારે તેમને ભેટયા હતા. અને એવું કહ્યું પણ હતુ કે હુ તમારો ભાઈ છું. તેમણે ઘણુ કરીને તેમના બેગમને પણ શુભેચ્છા પાઠવી હતી!

આજે જયારે કાશ્મીરમાં પાકિસ્તાને તૈયાર કરેલા ખૂંખાર આતંકીઓએ અચાનક ખૂની હુમલો કરીને ૪૨ ભારતીય સૈનિકોને બૂરી રીતેમોતના ખપ્પરમાં હોમી દીધા ત્યારે પાકિસ્તાનની સામે ટકરાવાની અને આતંકીકાંડનો બદલો લઈને જ જંપવાની ઘોષણા કરનાર વડાપ્રધાન પર પાકના પદભ્રષ્ટ વડાપ્રધાન નવાઝ શરીફે ખામોશ રહેવું પડયું છે. તે શું સુચવે છે?

કાશ્મીરના આતંકીકાંડે આખા ભારતમાં ઉશ્કેરાટ અને ઉત્તેજના સજર્યા છે તે વખતે પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને તેમના સાથીઓએ એવું જાહેર કર્યું છે કે જો ભારત પાકિસ્તાન ઉપર પ્રહાર કરશે તો પાકિસ્તાન વળતા પગલા લેશે.

ભારતમાં લોકસભાની ચૂંટણી આવે છે. એટલે જ ભારત સરકારે ચૂંટણીમાં રાજકીય લાભ લેવાના ઈરાદાથી તેણે કાશ્મીરમાં આતંકીકાંડ સર્જાવ્યો છે. પાકિસ્તાન એ ઘટના માટે કોઈ રીતે દોષિતા નથી !

આવી રજૂઆત સાથે પાકિસ્તાનની સરકારે યુનો (વિશ્ર્વ રાષ્ટ્ર સંઘ)માં ઘા નાખી છે. અને ભારત પાકિસ્તાનની વિરૂધ્ધ કોઈ બદલાની કાર્યવાહી ન કરે એવી માંગણી કરી છે! હકિકતમાં પાકિસ્તાનની રાજદ્વારી કૂટનીતિનો જ આ ભાગ છે.

આગામી દિવસો બંને વચ્ચે વધુ ટકરાવ અને વધુ ઘર્ષણની સનસનાટીઓનાં બની રહે તો નવાઈ નહિ !

ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ અને તૈયારીઓ જોર કરી રહ્યા છે. ભારત સરકાર ચૂંટણી પંચ અને વિરોધ પક્ષો કેવા નિર્ણય લેશે એ તરફ સૌની મીટ રહેવાની છે. અને જો ચૂંટણી થશે તો ગોટે ચઢેલા અને દ્વિઘાઓમાં ગૂંચવાયેલા વાતાવરણમાં પ્રજા કેવો ચૂકાદો આપશે એનો આધાર નાણાની રેલમછેલ, લોકપ્રિયતાલક્ષી વચનો, જાતજાતની લ્હાણીઓ તેમજ છેતરામણી ભાષણખોરી ઉપર રહેશે ચૂંટણી દરમ્યાન હિંસા અને અશાંતિના ઓળાં પણ ઉતરી શકે છે ! અને સૌથી મોટો સવાલ તો એ જ રહેશે કે આ ચૂંટણી બાદ દેશમાં સ્થિર આવી શકશે? કે ત્રિશંકુ સંસદ વચ્ચે રાજકીય અસ્તિરતા સર્જાશે? આગાહી કરવી આસાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.