Abtak Media Google News

જેટકો કંપનીના ૭૦૦૦થી વધુ એન્જિનિયરો, લાઇનમેન કર્મચારીઓએ માસ સી.એલ. મુકી પ્રતિક હડતાલ કરશે

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડમાં તાજેતરમાં અડધો ડઝન જુનિયર ઇજનેરોને અપાયેલ નિયમ વિરુદ્ધ પ્રમોશન સહિતના મુદ્દે વીજ ઇજનેરોનું આંદોલન આક્રમ તબક્કામાં પહોંચ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે જેટકોના રાજ્યવ્યાપી ૭૦૦૦થી વધુ કર્મચારીઓએ હડતાલનું એલાન આપ્યું છે.

પ્રમોશન, જેટકોમાં ૪ વર્ષથી નવું સેટઅપ, મંજૂર થયેલ પોસ્ટમાં ઘટાડો સહિતના મુદ્દે જીઇબી એન્જિનિયર એસો. (જીબીયા) દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. આંદોલન થાય તે પહેલા જીબીયાના હોદ્દેદારો અને જેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે બબ્બે બેઠક યોજાઇ હતી. પરંતુ બન્ને બેઠકોમાં મંત્રણા નિષ્ફળ જતા કર્મચારી – અધિકારીઓ દ્વારા ચાર દિવસના ધરણા – સુત્રોચ્ચારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટુ રૃલ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટુ રૃલ આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું.

દરમિયાન આવતીકાલે મંગળવારે જેટકો કંપનીના ૭૦૦૦થી વધુ એન્જિનિયરો, લાઇનમેન કર્મચારીઓએ માસ સી.એલ. મુકી પ્રતિક હડતાલનું એલાન આપ્યું છે ત્યારે હડતાલને રાખવા માટે સોમવારે બપોરે ૪ વાગ્યે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના હોદ્દેદારો સાથે બેઠક યોજાનાર છે.

હડતાલ ટાળવા માટે જીયુબીએનએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રયત્ન શરૃ કરવામાં આવ્યા છે. સોમવારની બેઠક નિષ્ફળ જશે તો મંગળવારથી પીજીવીસીએલ સહિત તમામ કંપનીના ૪૦ હજાર કર્મચારીઓ બેમુદ્દતી હડતાલ ઉપર ઉતરી જવાનું એલાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.