Abtak Media Google News
ભાજપને ઉજળા પરિણામની આશા: સટ્ટાબજારમાં કોંગ્રેસની બોલબાલા

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાને બેઠક ઉપર પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે હવે આઠ ડિસેમ્બરના રોજ પરિણામની રાહ જોવાઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર 62% જેટલું સરેરાશ મતદાન થયું છે જેમાં વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર 57 ટકા સૌથી ઓછું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર મતદાન યોજાયા બાદ હવે નવા સર્વે સામે આવી રહ્યા છે અને કોણ જીતશે કોણ હારશે કઈ બેઠક કોના પક્ષમાં જશે તે અંગેની ચર્ચા બજારમાં જોવા મળી રહી છે.

ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પૈકી દસાડા અને ચોટીલા ની બેઠક કોંગ્રેસ પાસે છે અને 2017 ની જો ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ ચાર બેઠક સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો ઉપરથી લઈ ગઈ હતી અને માત્ર એક વઢવાણ બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી પરંતુ ધાંગધ્રા માં તે વખતના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને નાની સિંચાઈ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર કરી અને ત્યારબાદ તમામ પ્રકારના પુરાવાઓ મેળવી અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે આ મામલે તે સમયે ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અંતે જેલમાં ગયા બાદ ભાજપનો હાથ પકડી લીધો હતો અને ભાજપ એ તેમને ટિકિટ પણ આપી હતી અને તેમને જીતાડી પણ દીધા હતા ત્યારે એક બેઠકનો ઉમેરો પેટા ચૂંટણી દરમિયાન ભાજપ એ ધાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપર કબજો મેળવી અને કર્યો હતો.

જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર પરિણામને લઇ ભારે ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર સરેરાશ 62.19 ટકા જેટલું મતદાન થયું છે જેમાં સૌથી વધુ ધાંગધ્રા પંથકમાં અંદાજિત 66% જેટલું મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન વઢવાણ પંથકની બેઠક ઉપર 57 ટકા જેટલું થયું છે એટલે ચાલુ વર્ષે ભરેલા નારીયલ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે હજુ પણ કોઈ ઉમેદવાર સામી છાતીએ હું જીતીશ તેઓ પ્રકોપ દેખાડી શકતા નથી કારણ કે હવે જનતા કોની તરફ વળી છે તે 8 તારીખે ખબર પડી જશે ત્યારે હાલની પરિસ્થિતિમાં બજારમાં એક જ ચર્ચાએ ઝોર પકડ્યું છે કે જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર એવા પરિણામો હશે નવી આવેલી આમ આદમી પાર્ટી કોને ડેમેજ કરે છે અને કઈ સીટ ઉપર પોતાનો કબજો જમાવી શકે છે અને કોંગ્રેસ ભાજપ પુનરાવર્તન કરી શકે છે અથવા પરિણામોમાં મોટા ફેરફાર આવી શકે છે તે અંગેની ચર્ચાઓ બજારમાં જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.