Abtak Media Google News
દસાડાના બામણવાના વતની છાત્રાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

’રમશે ગુજરાત જીતશે ગુજરાત’ અંતર્ગત ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાએ યોજાઈ હતી સ્પર્ધા આંતરાષ્ટ્રીયકક્ષાએ સુવર્ણ પદક મેળવી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યુ હતું.

દસાડા તાલુકાના બામણવા ગામના વતની અને હાલ ચોટીલાની શાળામાં ધા.5માં અભ્યાસ કરતો તરુણ આદિત્ય મકવાણા એ ખેલે ગુજરાત જીતે ગુજરાત ખેલ મહાકુંભ સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટ જિલ્લામા નવેમ્બર-2022માં યોજાયેલ સ્પર્ધામાં કરાટેની રમતમાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ પદક પ્રાપ્ત કરી સમગ્ર પાંચાળ પંથક તથા ખારાપાટ વિસ્તારની નામના વધારતા પંથકમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.

1670301645876

આ ઉપરાંત ચોટીલાના કોંગ્રેસના વિધાનસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણાના હસ્તે પ્રમાણપત્ર પણ અપાયુ હતુ.આદિત્યના માતા પ્રિતીબેન ચોટીલા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તથા તેના પિતા પંકજકુમાર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેમના પુત્રએ ખેલકૂદમાં નામના વધારતા માતા- પિતા તથા તેમના કોચ ચેતન ચૌહાણે ગર્વની લાગણી અનુભવી હતી.

રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીયકક્ષાએ સુવર્ણ પદક મેળવી દેશ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી આશા વ્યકત કરી હતી.  પુત્ર તેમના કોચ ચેતન ચૌહાણ દ્વારા આપવામાં આવેલ તાલીમથી જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કરાટે સ્પર્ધામા પ્રથમ ક્રમાંક અને સુવર્ણ પદક મેળવ્યો છે. જેથી અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. તથા અમારો પુત્ર આદિત્ય રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવી સમગ્ર ભારત દેશ અને ગુજરાતનુ નામ રોશન કરશે તેવી અમને પૂરેપૂરી ખાતરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.