Abtak Media Google News

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં કલકત્તા અને બેંગ્લોર વચ્ચે અત્યંત રોમાંચક મેચ કલકત્તાએ બેંગ્લોર ને 81 રને માત આપી હતી અને આ નવી સિઝનમાં પોતાના નામે પ્રથમ જીત હાંસલ કરી. કલકત્તાની ટીમે બેંગ્લોરને ચારેય ખાને ચિત કરી દીધા હતા.

શાર્દુલ ઠાકુર અને ઓપનર ગુરબાઝની તોફાની અડદી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 81 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ મેચ જોવા માટે ખાસ શાહરૂખ ખાન જોવા આવ્યા હતા ત્યારે મેચ બાદ શાહરૂખ ખાન અને વિરાટ કોહલીએ જુમે જો પઠાણ પર ડાન્સ કર્યો હતો .

શાહરૂખ ખાને ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોવા મળ્યા હતા. મેચ સમાપ્ત થયા બાદ SRK થઈ તમામ ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં શાહરૂખ અને RCB સ્ટાર ખેલાડી વિરાટ કોહલી એકબીજાને મળતા અને ગળે લગાવતા જોવા મળે છે.

https://twitter.com/i/status/1644248335342272513

અભિનેતા તેમની ટૂંકી મુલાકાત દરમિયાન વિરાટને તેના ગીત ‘ઝૂમેં જો પઠાણ’ ના ડાન્સ સ્ટેપ્સ શીખવતો જોવા મળ્યો હતો. તેના વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક નેટીઝને ‘બંને રાજાઓ એક ફ્રેમમાં’ ટિપ્પણી કરી જ્યારે બીજાએ લખ્યું, ‘આજની ક્ષણ’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.