Abtak Media Google News

એપ્રિલમાં પ્રથમ પખવાડિયામાં બે વાર વાતાવરણમાં પલટો આવશે

ઉનાળાની સિઝનના આરંભે જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહમાં સતત વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. દરમિયાન આગામી બુધવારથી ફરી વાતાવરણ પલટાશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે.

એપ્રિલ માસમાં પ્રથમ પખવાડીયામાં સતત બે થી ત્રણ વાર વાતાવરણમાં પલ્ટો આવશે અને માવઠું પડશે. હોળી-ધૂળેટીના તહેવારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગત સપ્તાહે પણ સતત માવઠાનો માર યથાવત રહ્યો હતો. ઉનાળાના આરંભે જ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતએ પારાવાર નુકશાની વેઠવી પડી હતી. હાલ રાજ્યભરમાં સર્વની કામગીરી ચાલી રહી છે. ગત શુક્રવારથી વાતાવરણમાં થોડો સુધારો થયો છે. ગરમીનું જોર વધ્યું છે.

આગામી બૂધવારથી વાતાવરણમાં પલ્ટો આવશે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે આગામી બુધવારે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના અને વિસ્તારોમાં જ્યારે 30મી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. આગામી ત્રણ દિવસ ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી ઉંચકાશે. એપ્રિલ માસમાં પણ પ્રથમ પખવાડીયામાં બે થી ત્રણ વાર વાતાવરણમાં આવશે. 3 થી 8 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના છે. આ ઉપરાંત 9 થી 14 એપ્રિલ દરમિયાન પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવે છે. 8 મે થી ગુજરાતમાં આંધી સાથે વરસાદ પડશે.

રવિવારે ગરમીનું જોર રહ્યું હતું. ભાવનગરનું તાપમાન 33 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 31.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 34.7 ડિગ્રી, વેરાવળનું તાપમાન 29.7 ડિગ્રી, દિવનું તાપમાન 30.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 34.4 ડિગ્રી, મહુવાનું તાપમાન 31.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 33.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 34 ડિગ્રી, સુરતનું તાપમાન 33.6 ડિગ્રી, વલસાડનું તાપમાન 32.5 ડિગ્રી, ભૂજનું તાપમાન 34 ડિગ્રી, કંડલાનું તાપમાન 33.3 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 34.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 33.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 34.2 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 33.8 ડિગ્રી નોંધાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.