Abtak Media Google News

પ્રથમ વખતનાં આયોજનમાં સમાજના લોકોમાં સહકાર મળતા આયોજકોમાં આનંદની લાગણી: ૩ હજારથી વધુ આહિરોએ મધરાત સુધી રાસોત્સવને માણ્યો

જામનગર રોડ આહિર યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટમાં સર્વ પ્રથમવાર આહિર સમાજ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટમાં સર્વ પ્રથમવાર આહિર સમાજ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ રાસોત્સવમાં ૩ હજાર જેટલા આહિર સમાજના લોકો ઉપસ્થિત થયા હતા અને સંસ્થાનાં કાર્યકરોએ જણાવતા કહ્યું હતુ કે આ તેમનો પ્રથમ પ્રસંગ છે. અને આનાથી પણ વધુ સારી રીતે તેવો આવતા સમયમાં મનાવશે.જેમાં વિશેષ માહિતી આપતા આહિર સમાજનાં આગેવાન પ્રદુમન કોટીવાલએ જણાવ્યું હતુ કે, આહિર સમાજની એકતા વધુ બને તે હેતુથી તમામ પ્રયોગો કરવામાં આવે છે. પ્રથમ પ્રયોગમાં સમાજના લોકોનો સપોર્ટ મળતા ખૂબ આનંદની લાગણી પ્રસ્થાપિત થઈ છે. આ પ્રસંગે વ‚ણ ડાંગરે જણાવતા કહ્યું હતુ કે દરેક સમાજનાં રાસોત્સવ થતા હોઈ છે. ત્યારે આહિર સમાજના કેમ નહિ જેને લઈ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુંં હતુ.આ પ્રસંગે મનવીરભાઈ ચાવડા, વાસુરભાઈ હંબલ, પ્રધ્યુમનભાઈ કોઠીવાલા, ડી.પી.ભાઈ ચાવડા, ધર્મેશભાઈ ચાવડા, હિતેષભાઈ હુંબલ સહિતનાં અનેક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.