અમદાવાદ, જયપુર એરપોર્ટ વિદેશી કંપની ઓપરેટ કરશે.

air port | ahemdabad | jaypur
air port | ahemdabad | jaypur

 યુરોપની કંપનીઓ પાસે ટેન્ડરો મંગાવાયા: પ વિદેશી અને ૨ લોકલ કંપનીએ દાખવ્યો રસ

ભારત વિશ્ર્વની ઝડપથી વિકસતી એર-ટ્રાવેલ માર્કેટ છે. આથી યુરોપની ફાપોર્ટ એ-જી અને વિન્સિ એરપોર્ટ એસ.એ.એસ. સહિત ૧૧ કંપનીઓએ ભારતના નાના એરપોર્ટોના વિકાસનો કોન્ટ્રાકટ મેળવવામાં રસ દાખવ્યો છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એ.એ.આઈ)ના એક સીનીયર ઓફિસરે જણાવ્યું હતું કે અમદાવાદ અને જયપુર એરપોર્ટને ઓપરેટ કરવા માટે ૫ ઈન્ટરનેશનલ, ૨ લોકલ અને અમુક શોપિંગ મોલ ઓપરેટ કરતી કંપનીઓ તરફથી એ.એ.આઈ.ને ટેન્ડરો મળ્યા છે.

વિદેશમાં ઝુરિચ, ફ્રેંકફર્ટ, ડબલીન અને લિસ્બન એરપોર્ટને ઓપરેટ કરતી જી.વી.કે અને જી.એમ.આર કંપનીઓએ જયપુર અને અમદાવાદ એરપોર્ટ ઓપરેટ કરવા તૈયારી બતાવી છે. પિંક સીટી જયપુર અને અમદાવાદનું એરપોર્ટ પર નેશનલ અને ઈન્ટરનેશનલ ટ્રાવેર્લ્સનો ઘસારો સતત વધી રહ્યો છે. વિદેશી કંપનીઓએ મોનિટરીંગ અને સર્વે કર્યા બાદ ઓપરેટ કરવાની તૈયારી દાખવી છે. અગર વિદેશી કંપનીઓ ભારતના એરપોર્ટનું સંચાલન કરે તો તેની શિકલ બદલાવી નાખે તે નકકી છે. આ સિવાય સિલેકટ સીટી વોક અને બર્ડ ગ્રુપ જેવા શોપિંગ મોલ ઓપરેટરોએ પણ એરપોર્ટ ઓપરેટ કરવામાં રસ દાખવ્યો છે.