Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણી અને ગવર્નર કોહલીએ નેતાન્યાહુ ભાવભીનું સ્વાગત કર્યું

ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજાઈ ગયો. નેતાન્યાહુની આ પ્રથમ ભારત મુલાકાત છે. આજે ગુજરાતના મહેમાન બનેલા નેતાન્યાહુ અને વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી અને ગવર્નર કોહલી પણ એરપોર્ટે પહોંચ્યા હતા.

ઈઝરાયલી વડાપ્રધાન નેતાન્યાહુ તથા તેમના પત્ની સારા પણ રોડ-શોમાં જોડાયા હતા. ખુલ્લી જીપમાં રોડ-શો થયો હતો. બન્ને વૈશ્ર્વિક નેતાઓએ સાબરમતી આશ્રમ તથા હૃદયકુંજની મુલાકાત લીધી હતી. રોડ-શો દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ઈઝરાયલના વડાપ્રધાનના સ્વાગત માટે ૭૫થી વધુ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.

સુરક્ષાને ધ્યાને રાખીને ૮ કિ.મી.ના આ રોડ-શોને કુલ ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. ૧૧૭થી વધુ સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવી હતી. બોમ્બ સ્કવોર્ડ પણ તૈનાત હતી. સાબરમતી નદીમાં બોટના માધ્યમથી પેટ્રોલીંગ થયું હતું. નેતાન્યાહુ ભારતીય પોશાકમાં સજ્જ હતા. ઈઝરાયલની સુરક્ષા સંસ્થા મોસાદના સ્નાઈફર એક કિ.મી.દૂરથી નજર રાખીને બેઠા હતા. ૭ કોઠાની સુરક્ષા-વ્યવસ્થા ઈઝરાયલી વડાપ્રધાન માટે ગોઠવાઈ હતી. કુલ ૨૦૦૦ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં ખડેપગે હતા.

ઈઝરાયલના વડાપ્રધાનનું ગુજરાતમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા મોદીના આમંત્રણને માન આપવામાં આવ્યું છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટવીટર પર ખાસ દોસ્ત ગણાવી ચૂકયા છે. ભારતમાં પ્રવેશવાની સાથે જ નેતાન્યાહુ વડાપ્રધાન મોદીને ઈત્સાહભેર ભેટી ચૂકયા છે. બન્ને દેશો વચ્ચે સુરક્ષા ઉપરાંત અન્ય કરાર થવાના છે. ઈઝરાયલની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવાની છે. આ ઉપરાંત દેશના સંરક્ષણ માટે અરબો ડોલરના કરાર ઈઝરાયલની કંપનીઓ સાથે થવાના છે.

દરિયાનું ખારૂ પાણી મીઠું કરતી જીપ ભેટમાં આપના નેતાત્યાહૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી પહોચ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાવ્યાહૂનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ગાંધી આશ્રમ સુધી રોડ શો કર્યો હતો. ગુજરાત મુલાકાત દરમિયાન ઇઝરાયલી વડાપ્રધાન ભારતને બે ભેટ આપવાના છે. આ ભેટ ગઇકાલે જ નવી દિલ્હી આવી પહોંચી હતી. તેને ત્યાંથી ગુજરાતના ભુજ મોકલી દેવાઇ છે. આજે બાવળા ખાતે વીડીયો કોન્ફરન્સિગથી નેતાવ્યુહ આ મોંધેક ભેટ ભારતને આપશે. ઇઝરાયલ જે ભેટ આપવાનું છે એ જીપનું કિંમત ૧.૧૧ લાખ ડોલર છે. અને તે જીપનું પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ પ્રવાસ દરમિયાન પીધું હતું.

બાળવા સ્થિત આઇ ક્રિએટ સેન્ટર ખાતેથી નેતાન્યાહૈ ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીપ ભેટમાં આવશે. એક જીપની કિંમત ૧.૧૧ લાખ ડોલર છે. એક જીપ દિવસમાં દરિયાનું વીસ હજાર લીટર અને નદીનું ગંદુ પાણી ૮૦ હજાર લીટર શુઘ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપ ઇન્ટિગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હિકલ છે. ઉચ્ચ ગુણવતા ધરાવતું પાણી બનાવવા માટે આ વ્હિકલ જાણીતું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.