અહો આશ્ચર્યમ : ભોયકાની સીમમાં ઉનાળામાં ટીટોડીએ ઇંડા મૂકયા !!

જમીન પર ટીટોડીએ ઇંડા મૂકતા ખેડૂતોની ચિંતામાં વધારો

ભર ઉનાળે ભોયકાની સીમાં ટીટોડીએ ઇંડા મૂકતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝન શરુ થવાના થોડા દિવસ અગાઉ ટીટોડી ઇંડા મૂકતી હોય છે પરંતુ આ વર્ષ ઉનાળાના આરંભે ઇંડા મૂકતા જગતાતની ચિંતા વધારો થયો છે.

ચોમાસાં ની શરૂઆત થવાં નાં થોડા દિવસો પહેલા વાડી કે સીમ વિસ્તારમાં કે પછી મકાન કે તેની છત ઉપર કે  માણસ કે પશું કે જાનવર ની ઓછી અવર જવર હોય ત્યાં ટીટોડી ઈંડા મુકે છે. જેમાં બે ત્રણ કે ચારની સંખ્યા માં ટીટોડી ઈંડા મુકે છે..અને તે ઈંડાની ચાંચ કઈ દિશામાં રહેલી છે. અને ચોમાસાંમાં ક્યાં મહીનાં માં કેટલો અને કેવો વરસાદ થશે તેનો વરતારો અમુક અનુભવીઓ કરતાં હોય છે..ત્યારે હજું તો ચોમાસાં ની ઋતુંને ભવની વાર છે. અને હજું તો માંડ ઉનાળા ની શરૂઆત થઇ છે. ત્યારે લીંબડી તાલુકા નાં ભોયકા ગામ ની વાંસેર સીમ વિસ્તારમાં એક ખેડુત નાં ખેતરમાં આ કાળાં ધોમધખતાં ઉનાળા નાં પ્રારંભે ટીટોડી એ બે ની સંખ્યાં માં  ઈંડા મુકતાં આગાહીકારો અને જ્યોતિષ શાસ્ત્રો ને મોઢાં માં આંગળા નાંખી દેતાં કરી દીધાં છે.

ભોયકા ગામ ની સીમમાં ટીટોડી એ અત્યાર થી જ આગોતરા ઈંડા મુકતાં ખેડુત આલમમાં પણ આગામી ચોમાસું કેવું રહેશે તે અંગે અવઢવમાં મુકી દીધાં છે. સાથે આ બાબત થી કુતુહલ સાથે આશ્ચર્ય પણ ફેલાયું છે.. જ્યારે હાલમાં આ ટીટોડી ઉનાળા ની શરૂઆત થતા ની સાથે જ જ્યારે ઈંડા મૂક્યા છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા ની લાગણી ફેલાઈ જવા પામી છે અને આ વર્ષ ઉપરનો આધાર ટીટોડીના ઈંડા ઉપર રહેતો હોય છે

ત્યારે હાલમાં ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે ત્યારે ખેડૂતોનું પણ એવું માનવું છે કે આ વર્ષ મોડું જશે અને વરસાદ પણ નહીં વત થવાની ધારણા વ્યક્ત કરી છે કારણ કે આ કુદરતી રીતે જ્યારે જ્યારે ઈંડા જમીન ઉપર મુકાય છે ત્યારે વરસાદ ઓછી માત્રામાં થાય છે જ્યારે ખેડૂતોનું માનવું છે કે જેટલી ઊંચાઇ ઉપર ટીટોડી ઈંડા મૂકે જેટલો વધુ વરસાદ પડતો હોય છે તેવું પણ ખેડૂતોનું હાલમાં માનવું છે ત્યારે ભર ઉનાળે ટીટોડીએ ખેતરમાં બે ઈંડા મુકતા ખેડૂતોમાં પણ ચિંતા ની લાગણી પ્રસરી જવા પામી છે