Abtak Media Google News

માનસિક સ્વાસ્થ્યથી મોટું કોઈ સ્વાસ્થ્ય નથી

દર્દીઓને માનસિક તણાવથી દૂર રાખવાની સાથે વ્યસન છોડાવવા માટે પણ એઇમ્સનાં નિષ્ણાતો કાર્યરત

રાજકોટમાં એઇમ્સ નિર્માણ બાદ રાજકોટ રાજ્યભરમાં મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે અબતક દ્વારા એઇમ્સમાં કાર્યરત હર એક વિભાગની મુલાકાત લઈ તેના વિશે લોકોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ એઇમ્સમાં કાર્યરત મનોચિકિત્સક અને વ્યસન મુક્તિ વિભાગનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગના એચ.ઓ.ડી. ડો.ગાયત્રી દ્વારા મુક્તમને ચર્ચા કરવામાં આવી હતી.

Screenshot 3 5

હાલ એઇમ્સ કહતે માટે રૂ.10માં ઓપીડી સારવાર આપવામાં આવે છે. જેમાં મનોચિકિત્સક વિભાગમાં આવતા દર્દીઓને જરૂર પ્રમાણે કાઉન્સિલ કરીને તેમની સારવાર કરવામાં આવે છે. તણાવ ભર્યા જીવનમાં તેની સામે લડવા માટે અને મનોબળ મક્કમ કરવા માટે સારવાર આપવામાં આવે છે.

પ્રશ્ન :- હાલ એઇમ્સમાં આવતા દર્દીઓમાં કેવા પ્રકારના લક્ષણો દેખાય છે?

જવાબ :- લોકોને ઘણી વખત બહાર સારવાર લેતા હોય છતાં પણ અહીંયા માનસિક રોગની સારવાર માટે આવતા હોય છે. કારણ કે અહીંયા સસ્તામાં સૌથી સારવાર આપવામાં આવે છે. અહીંયા આવતા દર્દીઓને માત્ર દવા જ નહિ પરંતુ કાઉન્સિલિંગ દ્વારા પણ તેમની સારવાર કરવામ આવે છે. જેમાં ખાસ કરીને પરિણામના ડરથી ગભરાતા વિદ્યાર્થીઓને માનસિક તણાવ સામે લડવા માટે પણ તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વ્યસન છોડવા સામે લડતા દર્દીઓ પણ એઇમ્સ ખાતે સારવાર લેવા માટે આવતા હોય છે.

પ્રશ્ન :- આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે?

જવાબ:- આ અંગે મનોચિકિત્સક વિભાગના હેડ ડો. ગાયત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ ભાષામાં એક કહેવત છે કે “માનસિક સ્વાસ્થ્ય વગર અન્ય સ્વાસ્થ્ય અધૂરું છે” માનસિક સ્વાસ્થ્યનું શારીરિક સ્વાસ્થ્ય કરતા પણ વધુ ધ્યાન રાખવું પડે છે. એઇમ્સ ખાતે કાર્યરત મનોચિકિત્સક ભવનમાં અમે તમારા તણાવની વાત સાંભળવા માટે તૈયાર છીએ. આ સારવારમાં દર્દીઓને તો બેસ્ટ કાઉન્સિલિંગ કરવામાં આવે છે તેની સાથે તેમના પરિવારજનોને પણ તેમની સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે પણ સમજાવવામાં આવે છે.

પ્રશ્ન :- એઇમ્સ અન્ય હોસ્પિટલની તુલનામાં કેવી રીતે અલગ પડે છે?

જવાબ:- એઇમ્સ ખાતે આવતા દર્દીઓમાં અહીંયાના કાઉન્સિલર કોઈ પોતાનો નિજી ફાયદો જોતા નથી. જેથી રાહતદરે બેસ્ટ સારવાર આપવા માટે તબીબો ઉત્સુક હોય છે. ખાનગી હોસ્પિટલની જેમ અહીંયા જરૂર હોય તેટલી જ સારવાર કરવામાં આવે છે. કાઉન્સિલિંગ દ્વારા સારવાર શકય હોય તેવા દર્દીઓને દવા આપવામાં આવતી નથી.

પ્રશ્ન :- તણાવભરી જીવનશૈલી વિશે શું કહેશો?

જવાબ :- મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો સતત પ્રયત્ન કરતા હોય છે કે તણાવથી દૂર રહે જેથી દર્દીઓની સારવાર કુશળતાથી કરી શકે. મેડિકલ કે અન્ય ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તણાવ અનુભવે તો તેમને સાંભળવા માટે એઇમ્સનું મનોચિકિત્સક ભવન હમેશા સંભાળવા માટે તૈયાર છે.

પ્રશ્ન:- આટલી કામગીરી વચ્ચે તમે મેનેજ કેમ કરો છો?

જવાબ :- તણાવ એ જીવનનો એક ભાગ છે. તણાવ વગર જીવન અશક્ય છે પરંતુ તેના પર કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવા ન કે તણાવથી ભાગવું જોઈએ. તેમ છતાં પણ તણાવનો ભાર વધે તો તેમની સારવાર માટે અમે હમેશા હાજર જ છીએ.

પ્રશ્ન :- લોકોના જીવનમાં માનસિક સ્વાસ્થ્યનું કેટલું મૂલ્ય?

જવાબ:- આ અંગે ડો.ગાયત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય સિવાય તમામ સ્વાસ્થ્ય અધૂરા છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ વધુ ધ્યાન આપવું જોઈએ. તણાવ સામે ડરવાની જરૂર નથી. માનસિક બીમારીથી પીડાવા કરતા તેના વિશે ખુલીને વાત કરવા માટે આગળ આવવા માટે પણ તબીબો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન :- આટલી કામગીરી વચ્ચે તમે પોતાનું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? જવાબ :- એઇમ્સના મનોચિકિત્સક વિભાગના હેડ ડો.ગાયત્રીએ જણાવ્યું હતું કે, તણાવભરી જીવનશૈલીમાં લોકોએ પોતાના માટે સમય ફાળવવો જોઈએ. સપ્તાહમાં એક દિવસ પોતાના માટે ફાળવવો જોઈએ. જો તે ના મળી શકે તો રોજ 30 મિનિટ જેટલો સમય પોતાના માટે ફાળવવો જરૂરી છે. યોગા અને મેડિટેશન દ્વારા માનસિક સ્થિતિને મજબૂત બનાવી શકાય છે. પોતાના મનને હમેશા સકારાત્મક તરફ વાળવાની કોશિશ કરતા રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.