Abtak Media Google News

એઇમ્સની શરૂઆત સાથે જ 65 જેટલા વિષયો પર રિસર્ચ શરૂ : વાયરલ અને અતિ ગંભીર કીટાણુઓ પર સંશોધન કરવા માટે ઓકટોબર માસ સુધીમાં લેબ થશે કાર્યરત

એઇમ્સની દરેક ફેકલ્ટી રિસર્ચ સાથે જોડાયેલી છે: ડાયરેક્ટર પ્રો.ડો. સી.ડી.એસ. કટોચ

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને મેડિકલ ક્ષેત્રે આશીર્વાદરૂપ એઇમ્સ મળ્યા બાદ તેનો ચેટ ગતિએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ‘ અબતક ’ ટીમ દ્વારા એઇમ્સની કામગીરીનું ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ મેડિકલ ક્ષેત્રે રિસર્ચ દ્વારા જ એઇમ્સે રાજ્યભરની નહિ પરંતુ દેશભરના લોકોનો વિશ્વાસ જીત્યો છે.

Screenshot 5 42

રાજકોટમાં એઇમ્સની સ્થાપનાની શરૂઆત દોઢ વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી જ એઇમ્સ દ્વારા જુદા જુદા વિષયો પર રિસર્ચ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં એઇમ્સમાં જોડાયેલા હર એક ફેકલ્ટી પોતાના કામગીરીના 30 થી 40 ટકાનો ભાગ રિસર્ચમાં જ ફાળવતા હોય છે એમ દ્વારા કરવામાં આવતા આવા જુદા જુદા અને અઘરા વિષયો પરના રિસર્ચના કારણે જ લોકો તેના પર મેડિકલ ક્ષેત્રે વિશ્વાસ જતાવી રહ્યા છે.

માત્ર રાજકોટની લાખો જનતા માટે નહિં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતની કરોડો જનતા માટે સારવારનું કેન્દ્રસ્થાન ટૂંક સમયમાં જ એઇમ્સ બની રહેશે. ‘અબતક’ દ્વારા સૌપ્રથમવાર એઇમ્સને લગતી નાનામાં નાની માહિતીઓ સાથે અહેવાલ રજૂ કરી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટની એઇમ્સનું કામ 64 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 થી 22 એઇમ્સ બનાવવાની નીમ લીધી છે. જેમાંથી હાલ 17 જેટલી એઇમ્સ કાર્યરત છે. રાજકોટની એઇમ્સ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે. હાલ એઇમ્સમાં તમામ પ્રકારના રોગોની ઓપીડી સારવાર ચાલુ કરવામાં આવી છે. કોઇપણ બિમારીની જટીલ સારવાર એઇમ્સમાં બહુ જ રાહતના દરે મળી રહે છે. જ્યારે એઇમ્સનું તમામ પ્રકારનું કામ પૂર્ણ કરવામાં આવશે ત્યારે રાજકોટ ફક્ત ગુજરાત નહિં પરંતુ ભારતભરમાં મેડિકલ હબ તરીકે ઉભરી આવશે.

આ અંગે ‘અબતક’ મીડીયા હાઉસ દ્વારા એઇમ્સનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ કરીને તેના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી. એચ.કટોચ સાથે મુલાકાત કરી તમામ માહિતીનું અવલોકન કરવામાં આવ્યું હતું. એઇમ્સને લગતી નાનામાં નાની અને હાલમાં શરૂ થયેલી તમામ સુવિધાઓ અંગે સૌપ્રથમવાર ‘અબતક’ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.Screenshot 6 38

રાજકોટની ભાગોળે પરા પીપળીયા ખાતે આકાર લઇ રહેલી એઇમ્સમાં માત્ર 10 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરી દર્દીઓની સારવાર છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવી છે અને ગત ફેબ્રુઆરી-2023 સુધી એઇમ્સમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા દર મહિને આશરે 6000 જેટલી થઈ ચૂકી છે. દર્દીઓની સંખ્યા બમણી થવા પાછળ એઇમ્સમાં અદ્યતન સાધનોથી ટોકન દરે કરાતી સારવાર કારણભૂત છે.

એઇમ્સમાં ટેલિમેડિસીનનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા અને સરકારના અન્ય આરોગ્ય વિભાગના પીએચસી, સીએચસી કેન્દ્રોમાંથી ટેલિ મેડિસીન માટે માર્ગદર્શન માંગવામાં આવે ત્યારે એઇમ્સના સ્પેશીયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. અગાઉ દર મહિને 2500 આસપાસ દર્દીઓની ટેલિ મેડીસીન ટ્રીટમેન્ટ કરાતી હતી જે હાલમાં 6 હજાર કરતા વધુ થઇ ગઇ છે. લોકોના મનમાં એવો પણ એક વહેમ છે કે એઇમ્સ હોસ્પિટલમાં માત્ર ઉદ્યોગકારો અને નેતાઓ જ સારવાર લઈ શકે છે પરંતુ હકીકતમાં એઇમ્સ નાના માણસો માટેની આશીર્વાદ સમાન હોસ્પિટલ બની રહી છે.

પ્રશ્ન : કોર્પોરેટ હોસ્પિટલ અને એઇમ્સ વચ્ચે ફરક શું?

જવાબ : રાજકોટ ખાતે નવનિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલનું ‘અબતક’ મીડીયા હાઉસ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ કરવામાં આવ્યું હતું. જેને લઇને એઇમ્સના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી.એચ.કટોચ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી. જેમાં કોર્પોરેટ હોસ્પિટલ અને એઇમ્સ વચ્ચે ફરક જણાવતા ડાયરેક્ટરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં 21 થી 22 એઇમ્સનું નિર્માણનું ઘોષણા કરવામાં આવી છે. જેમાં હાલ 17 થી 18 એઇમ્સ કાર્યરત છે. તેમાંથી રાજકોટની પણ એક એઇમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઇન્સ્ટીટ્યુટ ઉભી કરવા માટે 18 થી 19 લોકોની બોડી બનાવવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી-ફાઇનાન્સ કમિટી તેની અંદર કામ કરે છે. ત્યારબાદ રાજકારણી, મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો અને અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે.

જેમાંથી સૌથી અગત્યની જવાબદારી ડાયરેક્ટરની હોય છે. જે નીચેના સભ્યોથી માંડી હાઇ લેવલ સુધીની તમામ કામગીરીનું નિરિક્ષણ કરતા હોય છે. એઇમ્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી અંદર આવતું હોવાથી જે-તે રાજ્યમાં એઇમ્સની સ્થાપના થાય છે. તે રાજ્ય સરકારના બોડીના નિયમો સિવાય એઇમ્સના પોતાના નિયમો પણ બનાવી શકે છે. એઇમ્સનું સૌથી મહત્વનું કામ રિસર્ચ, તબીબી નિષ્ણાંત અને નર્સિંગ ઓફિસરો ઉભા કરવાનું હોય છે અને આખરે દર્દીની સારવારનું કાર્ય આવે છે. પરંતુ કમિટી સાથે જોડાવવા માટે દર્દીની સારવારના કાર્યને પ્રાધાન્ય આપવું પડે છે. કારણ કે તેના વગર તમે અન્ય મહત્વના કાર્યો કરી શકતા નથી. હાલ એઇમ્સમાં અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટની ચાર બેંચ કાર્યરત છે.

પ્રશ્ન : લોકોના મનમાં એઇમ્સ એટલે નેતા અને ઉદ્યોગપતિ માટેનું સારવારનું કેન્દ્ર તેવો પ્રશ્ન ઉપજે છે?

જવાબ : આ અંગે એઇમ્સના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી.એચ.કટોચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ધારણા તદ્ન ખોટી છે. એઇમ્સ હોસ્પિટલ પૈસાના મામલે સૌથી સસ્તી છે. કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લેવામાં આવતી ફી કરતા એઇમ્સમાં ત્રીજા ભાગના રેટ રાખવામાં આવ્યા છે. મોટા માણસો એઇમ્સમાં અનુભવી તબીબી નિષ્ણાંતોના કારણે સારવાર લેવા માટે આવતા હોય છે. કારણ કે આ તબીબી નિષ્ણાંતો એક જ સમયે યુજીના વિદ્યાર્થીઓને ભણાવે છે, પીજીના વિદ્યાર્થીઓને ગાઇડ કરે છે, દર્દીઓની સારવાર કરે છે અને પોતાના રિસર્ચ પર પણ કાર્ય કરતા હોય છે.

પ્રશ્ન : એઇમ્સમાં અત્યાર સુધી કેટલી લેબ કાર્યરત છે? ચાર્જિંસ કેટલા?

જવાબ : રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઇમ્સની લેબમાં અનેક પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. જેના ચાર્જિંસ પ્રાઇવેટ લેબ કરતા તદ્ન સસ્તા છે. જોધપુરમાં કાર્યરત એઇમ્સના રેટને રાજકોટની એઇમ્સમાં લાગૂ કરીને તેના દર તદ્ન ઓછા રાખવામાં આવ્યા છે. પ્રાઇવેટ લેબમાં થતા રૂ.300 વાળા રિપોર્ટ અત્રે એઇમ્સમાં માત્ર રૂ.50માં કરવામાં આવે છે. બ્રોન્કોસ્કોપી કરાવવા માટે પ્રાઇવેટનો ચાર્જ રૂ.3,500 થી 4,000 જેટલો થાય છે. જ્યારે એઇમ્સમાં બ્રોન્કોસ્કોપી માત્ર રૂ.250માં કરવામાં આવે છે. એઇમ્સમાં ડિસ્પોઝેબલ માટે ફી લેવામાં આવે છે. જ્યારે સારવારની કોઇ રકમ લેવામાં આવતી નથી. સીજીએચએસ દ્વારા નક્કી કરવામાં આવેલા રેટ કરતા પણ એઇમ્સમાં ઓછા ભાવ લેવામાં આવે છે.

પ્રશ્ન : એઇમ્સમાં ટ્રોમા, કાર્ડિયાક અને કેન્સર માટેની તૈયારીઓ કેટલી?

જવાબ : રાજકોટમાં નવનિર્માણ પામી રહેલી એઇમ્સમાં કેન્સરની સારવાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટાવર-એમાં રેડિયો થેરાપી માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે કરોડો રૂપિયાના આધુનિક સાધનોનો ઓર્ડર પણ પાસ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારમાં રેડિયો થેરાપી માટે કોઇ સારવાર ન હોવાથી તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. થોડા સમયમાં જ રેડિયો થેરાપી સાથે ઓપરેશન થિયેટર પણ શરૂ થઇ જશે. એઇમ્સમાં હાલ રેડિયો થેરાપી માટે તજજ્ઞો પણ ઉપલબ્ધ છે. કાર્ડિયો અને અન્ય સુવિધાઓ માટે એઇમ્સમાં મલ્ટીસ્પેશ્યાલીસ્ટ અને ત્યારબાદ સુપર સ્પેશ્યાલીસ્ટની સારવાર એક વર્ષમાં શરૂ થયા બાદ કાર્યરત કરવામાં આવશે.

પ્રશ્ન : ટ્રાર્ન્સ્પોટેશન શરૂ થતાં દર્દીઓનો ઘસારો કેવો રહે છે?

જવાબ : દોઢ વર્ષ પહેલા જ્યારે એઇમ્સની ઓપીડી શરૂ કરવામાં આવી ત્યારે રોજ 20 થી 40 દર્દીઓ આવતા હતા. પરંતુ રૂડામાં દરખાસ્ત કરવામાં આવતા તુરંત ટ્રાર્ન્સ્પોટેશનની વ્યવસ્થા કરીને બે બસ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે એક બસની શરૂઆત થઇ ત્યારે ઓપીડીની સંખ્યા 100ને પાર પહોંચી હતી. જ્યારે બીજી બસ શરૂ થતા આ સંખ્યામાં 350 સુધી પહોંચી હતી. આ સાથે રોડ-રસ્તા પણ શરૂ થતા લોકો પોતાના વાહનમાં પણ એઇમ્સ સુધી આવી શકે છે. જેમ-જેમ એઇમ્સની સારવાર અને સગવડતા વધશે. તેમ-તેમ બસની સંખ્યામાં પણ વધારો થશે.

Screenshot 3 53

સપ્ટેમ્બર માસ સુધીમાં ઇન્ડોરની સુવિધા થશે શરૂ: એઇમ્સ ડાયરેક્ટર

‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં એઇમ્સના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી.એચ. કટોચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રના બે કરોડની જનતા માટે કે રાજ્યના કરોડોની જનતા માટે નહિં પરંતુ દેશભરની જનતા માટે સારવારનું ભારણ ઉપાડવા માટે એઇમ્સ સજ્જ છે. એઇમ્સ 750 બેડની બની રહી છે. જેમાં જટીલ રોગની સારવાર કરવા માટે લોકો આવી રહ્યા છે.

એઇમ્સના સંપૂર્ણ નિર્માણ બાદ રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ કે દિલ્હી જવું નહિં પડે. એઇમ્સમાં જટીલ સારવાર માટે દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જે સામાન્ય હોસ્પિટલમાં સારવાર મળી રહે તેનાથી જટીલ રોગની સારવારમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. વધુમાં એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે પોતે જ્યારે ફોજમાં કામ કરતા હતા. તેવી જ રીતે અહિંયા પણ 18 કલાક સુધી કામ કરી રહ્યા છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા પણ રાજકોટની એઇમ્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેથી અત્યાર સુધી તેઓ ત્રણવાર મુલાકાત કરી ચુક્યા છે. આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં ટાવર-એમાં 250 બેડની આઇપીડી શરૂ કરવામાં આવશે. જેની દવા અને સાધનો સહિતની સવલતો હાલ એઇમ્સમાં ઉપલબ્ધ છે.

Screenshot 4 47 રાજકોટ એઇમ્સમાં હાલ 65 વિષયો પર રિસર્ચ શરૂ: ડો. અગ્રવાલ (વાઇસ ડીન, રિસર્ચ સેન્ટર)

અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ એઇમ્સના રીસર્ચ સેન્ટરના વાઇસ ડીન ડો. અગ્રવાલ એ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી એઇમ્સ ખાતે રિસર્ચની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એમ્સના ફેકલ્ટી દ્વારા બે પ્રકારના રિસર્ચ કરવામાં આવે છે જે કેમ્પસમાં રહીને કરવામાં આવતા રિસર્ચને ઇન્ટ્રામ્યુલર કહેવાય છે જ્યારે બહારના રિસર્ચને એક્સ્ટ્રા મ્યુલર તરીકે ઓળખવામાં આવે છે.

એક્સ્ટ્રા મ્યુલર રિસર્ચમાં આઇ.સી.એમ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવતા હોય છે. આઈ.સી.એમ. આર.દ્વારા કરવામાં આવતા રિસર્ચ ભાગરૂપે ટૂંક સમયમાં જ વી.આર.ડી.એલ. એટલે કે વાળને લગતા રિસર્ચ અંગેની લેબ શરૂ કરવામાં આવશે આ સાથે ખતરનાક કીટાણુ પર રિસર્ચ કરવા માટે બાયો સેફટી લેવલ થ્રીની પણ લેબ ટૂંક સમયમાં કાર્યરત થશે. તે ઉપરાંત શ્વાસ ને લગતા રોગો ટીબી જેવા અનેક રોગ પર પણ રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે.આઈ.સી.એમ.આર.દ્વારા હર ફેકલ્ટીને રૂ.5 લાખ સુધીની સહાય મળે છે.

જ્યારે એમ્સ દ્વારા હર વર્ષે નવા નવા વિષયો પર રિસર્ચ કરવાનું કાર્ય ચાલતું જ રહે છે. ભારતમાં દિલ્હી ખાતે આવેલી એઇમ્સ રિસર્ચમાં પાયોનીયર તરીકે ઉભરી આવી છે. એઇમ્સમાં કાર્યરત હરએક ફેકલ્ટી પોતાની કામગીરીનો 30-40 ટકાનો હિસ્સો રિસર્ચ કરવા માટે ઉપયોગ કરે છે. એટલું જ નહીં પરંતુ એમ્સ ખાતે દર્દીને સારી સારવાર આપવા માટે અને તેનું સૌથી સારું મેનેજમેન્ટ કરવા માટે અને તેને આપવામાં આવતી દવાઓ કઈ રીતે અસર કરશે તે માટે પણ ફેકલ્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Screenshot 2 58

એઇમ્સના નર્સિંગ સ્ટાફ દ્વારા જ તેમનો ડ્રેસ ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યો

રાજકોટના આશિર્વાદરૂપ એઇમ્સ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ દ્વારા જ પોતાનો ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. હાલ એઇમ્સમાં 272 નર્સિંગ સ્ટાફ છે. જે લોકોએ સાથે મળીને ડ્રેસનું લગતું કાપડ, લોગો અને ડિઝાઇન તૈયાર કરી હતી. જેમાં તેઓએ કિટાણુંથી બચી શકાય તેવી ડિઝાઇન તૈયાર કરી છે. આ ડિઝાઇન અધિકારીઓ અને સ્ટેટ ગર્વમેન્ટ તથા સેન્ટ્રલ ગર્વમેન્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.

એક વર્ષ સુધીમાં કેન્સર, ટ્રોમા અને કાર્ડિયોલોજી વિભાગ થશે શરૂ

આ અંગે એઈમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કચોટએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાર્ડિયોલોજી, ટ્રોમાં અને કેન્સર વિભાગ શરૂ કરવામાં આવશે જેમાં સૌથી પ્રથમ કેન્સર વિભાગ જલ્દી શરૂ થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં પણ રેડિયો થેરાપી શરૂ કરવામાં આવશે. તેમાં કરોડો રૂપિયાની મશીનરી આવશે. રેડિયો થેરાપી માટે ડોક્ટર્સ પણ રાજકોટ એઇમ્સ ખાતે ઉપલબ્ધ છે. આગામી એક વર્ષ જેટલા સમય ગાળામાં કિમો થેરાપી અને રેડિયો થેરાપી શરૂ થાય તે માટે જેટ ગતિએ કામકાજ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.