Abtak Media Google News

અતિયાધુનિક સાધનો સાથે રાહત દરે શ્વાસના રોગનું સચોટ નિદાન

ગુજરાતમાં એકમાત્ર એઇમ્સ ખાતે બોડીપેથેસ્મોગ્રાફી મશીન કાર્યરત

ફેફસાં અને શ્વાસના રોગ અટકાવવા માટે દર્દીઓ એઇમ્સ હોસ્પિટલના શરણે

ગુજરાતભરના દર્દીઓ માટે સંજીવની સમાન એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પણ અતિ આધુનિક સાધનો સાથે ખૂબ જ રાહતદરે અનેક રોગનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. એઇમ્સ ખાતે કાર્યરત ઓપીડી વિભાગોમાં હાલ ટેકનોલોજીની સાથે નિષ્ણાતો થકી અનેક દર્દીઓના રોગનું નિરાકરણ આવી રહ્યું છે.

ત્યારે શ્વાસ રોગની સારવાર માટે ગુજરાતભરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જોવા ન મળતા સાધનો હવે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે મળી રહેશે. આધુનિક સાધનો સાથે અનુભવી નિષ્ણાતો દ્વારા દર્દીઓને શરૂ થતી બીમારીનું નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. શ્વાસ રોગ ઉપરાંત ફેફસાની બીમારીઓનો પણ ખ્યાલ રાખી તેની સારવાર કરવા માટે એઇમ્સ હોસ્પિટલ હમેશા તત્પર રહે છે.

શ્વાસ રોગ વિભાગમાં અતિ આધુનિક સાધનો જેવા કે બોડીપેથેસ્મોગ્રાફી, બોડીબોકસ, કાર્ડ્યોપલમની એક્સરસાઇઝ અને બ્રોંકોસ્કોપી દ્વારા અનેક શ્વાસ રોગના ઉપાયો થઈ શકે છે. એટલું જ નહિ પરંતુ આ તમામ સારવાર ખૂબ જ રાહતદરે કરવામાં આવે છે. ફેફસાની કેપેસિટી જાણવા માટે દુરબીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે અબતક મીડિયા દ્વારા એઇમ્સ ખાતે શ્વાસ વિભાગમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આવતા દર્દીઓને મળતી લેટેસ્ટ ટ્રીટમેન્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટનો લાભ વધુને વધુ દર્દી લઈ શકે તે માટે માહિતગાર કર્યા હતા.

આધુનિક મશીનરી અને નિષ્ણાંતો દ્વારા શ્વાસ રોગ વિભાગ સજ્જ: ડો.સંજય સિંધલ

અબતક સાથેની ખાસ વાતચીતમાં શ્વાસ રોગ વિભાગમાં નિષ્ણાત ડો.સંજય સિંધલે જણાવ્યું હતું કે આધુનિક મશીનરી અને નિષ્ણાતો દ્વારા એઇમ્સનો શ્વાસ રોગ વિભાગ તદન અલગ પડે છે. વિભાગમાં કાર્યરત તમામ તબીબો હાઈકવોલીફાઇડ અને રિસર્ચ સાથે પણ સંકળાયેલા છે. ગુજરાતભરમાં માત્ર રાજકોટ એઇમ્સ ખાતે જ બોડીબોક્સ અને બોડીપેથેસ્મોગ્રાફી જેવા હાઈ ટેકનોલોજી મશીનથી દર્દીઓના રોગનું તારણ કરવામાં આવે છે. એઇમ્સ ખાતે ઓપીડીની શરૂઆત બાદ લંગ કેન્સર, અને કબુતરથી થતા રોગનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી થયું છે.

તેની સાથે દૂરબીન દ્વારા જ ફેફસાની કેપેસીટી માપી શકાય છે અને વધતા જતા કોઈપણ રોગને ત્યાંથી જ અટકાવી શકાય છે. આ સાથે પકડમાં ન આવતા પણ અનેક રોગને પારખી તેની સારવાર કરવામાં આવે છે. આ અંગે શ્વાસ રોગના નિષ્ણાત ડો.સંજય સિંધલે જણાવ્યું હતું કે એઇમ્સમાં કાર્યરત શ્વાસ વિભાગમાં અનેક મોંઘાદાટ રિપોર્ટ ખૂબ જ રાહતદરે કરવામાં આવે છે. બહાર રૂ.10,000માં થતા બ્રોન્કોસ્કોપીના રિપોર્ટ એઇમ્સ ખાતે માત્ર રૂ.500માં થાય છે. આ સાથે ડો.સંજયે સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને ખાસ કરીને વ્યસન દૂર રહી કસરત કરવા તરફ વળવા માટે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.